બાવળામાં ગેસના લાલ બાટલાનો કાળો કારોબાર, નોંધાયેલ બાટલા સમયસર ન મળતાં ગ્રાહકોમાં આક્રોશ

બાવળામાં સબસીડી વાળા ગેસના લાલ બાટલાનો કાળો કકળાટ ચાલુ થવા પામ્યો છે.
ઓનલાઇન બાટલાની નોંધણી કરાવ્યાં પછી 15 દિવસ સુધી ગ્રાહકોને બાટલો મળતો નથી,
અને ધંધાદારીને ઘરેલું ગેસનો બાટલો બ્લેકમાં જોઈએ ત્યારે મળી જતો હોવાથી બાવળામાં ગ્રાહકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
બાવળામાં આવેલી ઇન્ડીય ગેસના બાટલાની વૈભવ ગેસ નામની એક જ એજન્સી આવેલી છે.
આ એજન્સીવાળા ઘણા સમયથી ગેસ ધારકોને સમયસર ગેસના બાટલા આપતા નથી. અને ગ્રાહકોને ધક્કા ખવરાવે છે.
ગેસધારકો ઓનલાઇન પોતાનો બાટલો લેવા માટે ઓનલાઇન નોંધણી કરાવે છે.
કંપનીમાંથી 2-3 દિવસ પછી ગેસના બાટલાની ડીલીવરી થઈ જશે તેવો મેસેજ પણ મોકલે છે.
પરંતુ ગેસ એજન્સી દ્વારા ગ્રાહકોને ગેસના બાટલા સમયસર પહોંચાડવામાં આવતાં નથી.
ગેસની નોંધણી કરાવ્યા પછી ગ્રાહકો બાટલાની ઘરે રાહ જોઈને બેસી રહે છે.
પણ એજન્સીવાળા બાટલો આપવા માટે આવતાં નથી.
ગ્રાહકો ઓફીસે તપાસ કરવા માટે જાય છે
ત્યારે તેઓ કહે છે કે તમારો બાટલો મળી જશે અને યોગ્ય જવાબ આપતાં નથી.