સાળંગપુર : હનુમાનજીની મૂર્તિના મુખ કુંડળધામ ખાતે આવી પહોચતા સંતો-મહંતોએ આરતી-પુજા કરી

સાળંગપુર ખાતે નિર્માણ થઈ રહેલી હનુમાનજીદાદા ની ૫૪ ફુટની મૂર્તિના મુખ કુંડળધામ ખાતે આવી પહોચતા સંતો-મહંતોએ આરતી-પુજા કરી.
પૂજ્ય શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામીના હસ્તે દાદાના મુખનું વિધિવત પૂજન કરવામાં આવ્યુ..
સાળંગપુર ખાતે નિર્માણ થઈ રહેલી ૫૪ ફુટની હનુમાનજીની મૂર્તિના મુખ કુંડળધામ ખાતે આવી પહોચતા સંતો-મહંતોએ આરતી-પુજા કરી હતી.
સુપ્રસિદ્ધ તીર્થ સાળં:ગપુરમાં કિંગ ઓફ સાળંગપુર પ્રોજેક્ટ અંતર્ગત ૫૪ ફૂટ ઊંચી હનુમાનજી દાદાની મૂર્તિ સાળંગપુરમાં સ્થાપિત કરવામાં આવશે
જે મૂર્તિનું મુખ સારંગપુર ખાતે લઇ જવામાં આવતા વચ્ચે શ્રી સ્વામિનારાયણ મંદિર, કુંડળધામ ખાતે પૂજ્ય શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામીના હસ્તે દાદાના મુખનું વિધિવત પૂજન કરવામાં આવ્યું
તથા આરતી ઉતારવામાં આવી હતી.
આ પ્રસંગે વડતાલ ટેમ્પલ બોર્ડના ચેરમેનશ્રી પૂજય દેવપ્રકાશ સ્વામી,
તથા ટ્રસ્ટી, સભ્યો તેમજ વડતાલ મંદિરના કોઠારી શ્રીસંતવલ્લભ સ્વામી, બાપુસ્વામી ધંધુકા, વગેરે ઉપસ્થિત રહ્યા હતા…