માણસાના ફતેપુરાથી હરણાહોડાના રોડમાં ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ

પ્રતીકાત્મક તસવીર:માણસાના ફતેપુરાથી હરણાહોડાના રોડમાં ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ

માણસાના ફતેપુરાથી હરણાહોડાના રોડમાં ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ

પ્રતીકાત્મક તસવીર:માણસાના ફતેપુરાથી હરણાહોડાના રોડમાં ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ
પ્રતીકાત્મક તસવીર:માણસાના ફતેપુરાથી હરણાહોડાના રોડમાં ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ

 

માણસા તાલુકાના ફતેપુરા ગામથી હરણાહોડા ગામને જોડતો રોડ બનાવવા માટે જિલ્લા પંચાયતમાંથી વર્ષ 2021માં 4.38 કરોડનું ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું હતું.

આ કામ પૂર્ણ થવાની તૈયારી છે.

જોકે રોડની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપો થયા છે.

જેમાં કોન્ટ્રાક્ટર દ્વારા ધારાધોરણ કે મટીરીયલમાં ગુણવત્તા જળવાતી ન હોવાના આક્ષેપો ગ્રામજાનો દ્વારા થઈ રહ્યાં છે.

પ્રાપ્ત માહિતી મુજબ માણસા તાલુકાના ફતેપુરા ગામથી હરણાહોડા ગામને જોડતો 12 કી.મી આંતરિક રસ્તો ઘણા સમયથી બિસ્માર છે.

ગ્રામજનોની રજુઆતને લઈને જિલ્લા પંચાયત દ્વારા વર્ષ 2021માં રોડને નવો અને પહોળો બનાવવા માટે 3,37,78,475 રૂપિયાનું બજેટ ફાળવી એમ.એમ.જી.એસ.વાય યોજના હેઠળ ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું.

આ કામ ઉંઝાની એજન્સીએ ઓછા ભાવે લઈને શરત મુજબ 15-10-2021થી રોડનું કામ શરૂ કરવાનું હતું.

14-09-2022ના રોજ ફતેપુરાથી હરણાહોડા વાયા સોલૈયા, સમૌનો નવો રોડ બનાવીને તૈયાર આપવાનો હતો.

ત્યારે નવા બની રહેલા રોડમાંકોઈપણ જાતના ધારાધોરણ જળવાયા ન હોવાનો આક્ષેપો ગ્રામજનોએ કર્યા છે.

જેને કારણે હજુ સુધી સંપૂર્ણ રોડનું કામ પૂરું પણ થયું નથી ત્યાં તો કપચી પણ ઉખડવા લાગી છે.

તો કોન્ટ્રાક્ટર દ્વારા કામને જલ્દી પૂરું કરવાની ઉતાવળમાં ચાલુ વરસાદમાં પણ કામ કરતા હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે.

ત્યારે નવો રોડ સંપૂર્ણ બની જાય તે પહેલાં જવાબદાર અધિકારીઓ સ્થળ પર રૂબરૂ આવી ગ્રામજનોને સાથે રાખી ચકાસણી થાય તેવી માંગ ઉઠી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp