માનકુવામાં ગાડી ચડાવીને યુવાનની હત્યા કરનાર આરોપીને 5 વર્ષની કેદની સજા સાથે દંડ ફટકારાયો
ગત 25 ફેબ્રુઆરી 2018ના રોજ માનકુવા પાસે સ્કોર્પીયો કારથી બાઇક સવારનો પીછો કરીને પાછળથી ટકકર મારી મોત નીપજાવ્યાના ચકચારી બનાવમાં આરોપીને ભુજની સેસન્સ કોર્ટે પાંચ વર્ષની કેદની સજા સાથે 20 હજારનો દંડ ફટકારતો ચુકાદો આપ્યો છે.
અને દંડની રકમ ન ભરે તો, વધુ એક માસની સજા ભોગવવા આદેશ કર્યો છે.
કેસની હકીકત મુજબ ભુજના જેષ્ઠાનગરમાં રહેતા ફરીયાદી પ્રવિણ ઉર્ફે પ્રભુ મોહનલાલ ભાનુશાલીના ભાભી નિલમબેનનું અગાઉ આપઘાત કરી મૃત્યુ થયું હોઇ
જેનું મનદુ:ખ રાખીને મૃતક મહિલાના માવતર પક્ષના આરોપી દિનેશ દેવજી ભાનુશાલી તથા અન્ય આરોપીઓએ સાથે મળી ગત 25 ફેબ્રુઆરી 2018ના બપોરના ભાગે બાઇક પર જઇ રહેલા ફરિયાદીને મારી નાખવાના ઇરાદે વિચેશ્વર ક્રિકેટ ગ્રાઉન્ડથી માનકુવા પોલીસ સ્ટેશન સામે રોડ આરોપીઓએ સ્કોર્પીયો જીપથી કારથી પીછો કરી માનકુવા હાઈવે રોડ પાછળથી બાઇક પર સ્કોરપી ચડાવી દીધી હતી.
જેમાં બાઇક 100 મીટર સુધી ઢસેડાઇ હતી.
જેમાં બાઇક સવાર અર્જુન મોરારજી ભાનુશાલીને ગંભીર ઇજાઓ પહોંચાડીને મોત નીપજાવ્યું હતું.
અને ફરિયાદીને ઇજાઓ પહોંચી હતી.
આ ઘટનામાં માનકુવા પોલીસે આરોપી દિનેશની ધરપકડ કરી લીધી હતી.
તપાસ બાદ આરોપી વિરૂધ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરાઇ હતી.
આ કેસમાં 25 મૌખિક જુબાની અને 47 દસ્તાવેજી આધારો રજુ કરવામાં આવ્યા હતા.
ભુજના પાંચમા અધિક સેશન્સ જજ ડી.જી.રાણાની કોર્ટમાં કેસ ચાલી જતાં આરોપી દિનેશ ભાનુશાલીને અદાલતે પાંચ વર્ષની કેદની સજા સાથે 20 હજારનો દંડ ફટકાર્યો હતો.
તેમજ દંડની રકમ ન ભરે તો, વધુ એક માસની સજા ભોગવા આદેશ કર્યો હતો.
આ કેસમાં ફરીયાદ પક્ષે સરકાર તરફથી અધિક જીલ્લા સરકારી વકીલ દિનેશ જે. ઠકકર તથા મુળ ફરીયાદી તરફે ભુજના વરીષ્ઠ ધારાશાસ્ત્રી હેમસિંહ સી. ચૌધરી, દિપક ઉકાણી, ધ્રુવ એચ. ચૌધરી, જીગ્નેશ લખતરીયા, કુલદીપ મહેતા, દેવરાજ ગઢવી, હેતલ દવે સહિતના હાજર રહી દલીલો કરી હતી.