દેવધામાં સ્મશાનની બાજુમાં કોતરેથી પ્રેમી પંખીડાના મૃતદેહ મળી આવ્યા!
દેવધામાં સ્મશાન નજીક કોતરમાંથી યુવક અને યુવતીની લાશ મળી આવી હતી.
જેમાં યુવકનો મૃતદેહ કોતરના પાણીમાંથી જ્યારે યુવતીનો મૃતદેહ ઝાડ ઉપર લટકતી હાલતમાં મળ્યો હતો.
પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી બન્ને મૃતદેહનો કબ્જો મેળવી પીએમ અર્થે મોકલી આપી તપાસ હાથ ધરી હતી.
દેવધામાં સ્મશાન નજીક કોતરમાંથી યુવક અને યુવતીની લાશ મળી હતી.
બંને મૃતકો દેવધાના મંદિર ફળિયા અને ડામોર ફળિયામાં રહેતા હતા.
બંને વચ્ચે પ્રેમસબંધ હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
જોકે યુવતીની સગાઈ બીજા યુવક સાથે કરી દેવાઇ હતી.
જોકે એક જ ગામના યુવક યુવતીએ કયા કારણોસર આ પગલું ભર્યું છે
તે તપાસનો વિષય બન્યો છે. ગઈકાલથી બંને જણ ઘરેથી નીકળી ગયા હતા.
યુવકનો મૃતદેહ કોતરમાં પાણીમાં પડેલો મળી આવ્યો હતો.
જ્યારે યુવતીનો મૃતદેહ ઝાડ પર લટકતી હાલતમાં મળતા તર્ક વિતર્કો સર્જાઈ રહ્યા છે.
આ બંને યુવક યુવતીએ આત્માહત્યા કરી છે કે તેમની હત્યા કરી છે.
તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.
ગરબાડા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી બંનેનો લાશનો કબજો લઈ નવાફળિયા સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી હતી.