ગોધરાની ભગવદનગર સોસાયટીમાં શેરી ગરબાએ આકર્ષણ જમાવ્યું, નવયુવાનથી લઈ વડીલો મન મૂકી ગરબે ઘૂમ્યા
નવલી નવરાત્રીના રંગમાં ખૈલૈયાઓ રંગાઈ ગયા છે. ત્યારે સતત ત્રીજા નોરતે ક્યાંક ડી.જે ના તાલ પર તો ક્યાંક ગાયકોના સૂર પર પગ થરકાવીને સો કોઈ ઝૂમી રહ્યા છે.
જેમ-જેમ નોરતા આગળ જઈ રહ્યા છે,
તેમ-તેમ ખેલૈયાઓનો ઉત્સાહ વધી રહ્યો છે.
દરરોજ અલગ-અલગ પહેવેશ ધારણ કરીને યુવાનોની સાથે સાથે વડીલો પણ પાછા નથી પડતા.
યુવાનો કરતા વૃદ્ધોમા બમણો ઉત્સાહ જોવા મળી રહ્યી છે.
ગોધરા શહેરમાં આવેલ ભગવદનગર સોસાયટીમાં શેરી ગરબાએ આકર્ષણ જમાવ્યું હતું.
જેમાં સોસાયટીના નવયુવાનો અને યુવતીઓ સાથે સાથે વડીલો પણ મન મૂકી ગરબે ઘૂમ્યા હતા.
ત્યારે ભગવદનગર સોસાયટીના ગરબાના આયોજક દિગીશભાઈ પંચાલ દ્વારા દર વર્ષે ગરબાનું સુંદર આયોજન કરવામાં આવે છે.
સાથે દશેરાના દિવસે સોસાયટીના રહીશો માટે સ્વરૂચી ભોજનનું આયોજન રાખવામાં આવે છે.