કાંકરેજ તાલુકા દલિત સમાજ સંમેલન ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરના ફાર્મ હાઉસ ઉપર યોજાયું…..
કાંકરેજ તાલુકા કોંગ્રેસ અનુસૂચિત જાતિ સેલ દ્વારા કાંકરેજ તાલુકા દલિત સમાજ સંમેલન ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરના ફાર્મ હાઉસ ઉપર યોજાયું…..
કાંકરેજ તાલુકા દલિત સમાજ સંમેલન પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી અમરતજી ઠાકોર દ્વારા સંચાલન કરવામાં આવ્યું
બાબાસાહેબ અમર રહો ના નારા સાથે પ્રદેશ જિલ્લા તાલુકા અને સ્થાનિક કોંગ્રેસના તમામ હોદ્દેદારો દ્વારા બાબાસાહેબ ના ફોટા ને ફૂલો અર્પણ કરીને સંમેલનની શરૂઆત કરવામાં આવી….
કાંકરેજ તાલુકા દલિત સંમેલનના આયોજક પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રદેશ મહામંત્રી અમરતજી ઠાકોરના જણાવ્યા અનુસાર ૨૦૨૨ ની આવનાર કાંકરેજ તાલુકા વિધાનસભાની ચૂંટણીમાં કાંકરેજ વિધાનસભામાં ૩૦૦૦૦ મતો ધરાવતા દલિત સમાજને કોંગ્રેસના પંજા ને વોટ આપી અપાવી વિજય બનાવવા આહવાન કરવામાં આવ્યું
તે વધુમાં જણાવ્યું હતું કે પ્રદેશ કક્ષાએથી જે ઉમેદવાર પંજાનો મેન્ડેડ લઈને આવે તે ઉમેદવારને કાંકરેજ તાલુકા કોંગ્રેસ ના હોદ્દેદારો તેમજ કાર્યકરોએ શિર મોર માની સ્વીકાર કરવો અને ખભે ખભા મિલાવીને તે ઉમેદવારને કાંકરેજ તાલુકામાં ભારે મતો થી વિજય અપાવો
કાંકરેજ તાલુકા દલિત સમાજના જણાવ્યા અનુસાર કોંગ્રેસ પાર્ટીએ પહેલીવાર એટલે કે પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ ઠાકોરે દલિત સમાજને મહત્વ આપીને સંમેલનમાં બોલાવીને અમારી સમગ્ર કાંકરેજ તાલુકા દલિત સમાજનું માન સન્માન જાળવ્યું છે
દલિત સંમેલનમાં કાંકરેજ તાલુકાના તમામ ગામના દલિત ભાઈઓ મોટી સંખ્યામાં હાજર રહી
કાંકરેજ તાલુકા દલિત સંમેલનને સફળ બનાવવામાં સહભાગી થયા
અને આવનારા સમયમાં કોંગ્રેસ પાર્ટીના જે ઉમેદવાર આવે તે ઉમેદવારને પંજામાં વોટ આપી બહુમતીથી જીતાડવો તેઓ નિર્ધાર કરવા માં આવ્યો