દાહોદમાં 1.86 લાખ ઉઘરાવી જમા ન કરતાં ઉચાપતની ફરિયાદ
દાહોદમાં ફાઈનાન્સ કંપનીના ગ્રાહકોના લોનના હપ્તા પેટે 1.86 લાખની ઉઘરાણી કરી જમા નહીં કરાવી ઉચાપત કરી રૂપિયા અંગત કામે વાપરી નાખી ફાઈનાન્સ કંપની અને ગ્રાહકો સાથે વિશ્વાસઘાત તથા છેતરપિંડી કરી હતી.
દાહોદમાં આવેલી એક વિભુવિલા નામની ખાનગી ફાઈનાન્સ કંપનીમાં કલેક્શન એજન્ડ તરીકે નોકરી કરતાં મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના જૂના પારીયા ગામનો ભરતભા રાજેશભાઇએ તા.29 જૂનથી તા.20 જુલાઇ દરમિયાન ફાઈનાન્સ કંપનીના. ગ્રાહકોના લોનના હપ્તા પેટે 1,86,109 રૂપિયા ઉઘરાણી કરી હતી.
ઉઘરાણી બાદ આ રૂપિયા ફાઈનાન્સ કંપનીમાં જમા નહીં કરાવીને પોતાના અંગત ગામે વાપરી નાખી ઉચાપત કરી નાખી હતી.
બેન્ક તથા ગ્રાહકો સાથે છેતરપિંડી કરી હતી.
આ સંદર્ભે દાહોદ વિપુભિલા ફા.કં.નીમાં નોકરી કરતાં રંગીતસિંહ કિશોરસિંહ ચૌહાણે દાહોદ બી-ડિવિઝન પોલીસમાં એજન્ટ ભરતભા માછી વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી.