સાબરકાંઠા : તલોદ તાલુકાના અમરાપુર ગામમાં નવીન ગ્રામ પંચાયતનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું..
તારીખ. ૧૦/૧૦/૨૦૨૨ ના રોજ સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના (પુંસરી) અમરાપુર ગામમાં નવીન ગ્રામ પંચાયતનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતુ
જેમા રાજ્ય કક્ષાના મંત્રી અન્ન અને નાગરિક પુરવઠા તલોદ પ્રાંતિજ ધારાસભ્ય શ્રી ગજેન્દ્રસિંહ પરમાર તથા પુંસરી ના પૂર્વ સરપંચ શ્રી હિમાંશુભાઈ પટેલ તલોદ પ્રાંતિજ પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા ભાજપ સંગઠન ના પ્રમુખ કલ્પેશભાઈ પટેલ તથા તાલુકા વિકાસ અધિકારીશ્રી મૌલિકભાઇ શર્મા અને તાલુકા ડેલિકેટ મહેશસીંહ પરમાર તથા
જિલ્લા ડેલિકેટ મહેન્દ્રભાઈ પટેલ તથા તલાટી બેન શ્રી અને માજી ડેલિકેટ હસમુખભાઈ પરમાર. સહીત આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
તેમજ અમરાપુર દૂધ મંડળી ના સભ્યો તથા ગ્રામજનો વડીલો અને આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહી નવીન ગ્રામ પંચાયતનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું