કડાણા : સરસવા ઉત્તર ગામ ના વિશાલ શંગાડા ની નિર્મમ હત્યા

કડાણા : સરસવા ઉત્તર ગામ ના વિશાલ શંગાડા ની નિર્મમ હત્યા

કડાણા : સરસવા ઉત્તર ગામ ના વિશાલ શંગાડા ની નિર્મમ હત્યા
કડાણા : સરસવા ઉત્તર ગામ ના વિશાલ શંગાડા ની નિર્મમ હત્યા

 

 

કડાણા તાલુકામાં સરસવા ઉત્તર ગામ ના વિશાલ શંગાડા ની નિર્મમ હત્યા કેસમાં પોલીસની ગોકળગાયનીં મંદ ગતિની તપાસ સામે આદિવાસી સમાજ ના વિશાળ સમુહદાયે એકત્રીત થઈ ને સોમવારે કડાણા મામલતદાર ને એક આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

અને આગામી ત્રણ દિવસમાં આ હત્યા ના બનાવમાં સંડોવાયેલ આરોપીઓ વિરૂધ્ધ તાત્કાલીક પગલાં નહિ લેવામાં આવે તો સહ પરિવાર પોલીસ મથકે આત્મવિલોપ કરશે તેવી ચીમકી ઉચ્ચરવામાં આવી હતી.

કડાણા તાલુકામાં આદિવાસી સમાજમાં વિશાલ હત્યા કેસને લઈ મામલો વધુ ગંભીરતા ધારણ કરી રહેલ ને બીચકતો હોય તેવું જોવા મળી રહ્યું છે

છેલ્લા એક સપ્તાહથી આદિવાસી સમાજના લોકો દ્રારા મોટી સંખ્યામાં એકત્રિત થઈ પોલીસ ની ધીમી તપાસ સામે વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે

ત્યારે સોમવારે આ વિસ્તાર ના આદિવાસી લોકો વિશાલ હત્યાં કેસમાં આરોપી રાકેશભાઈ સોમાભાઈ ડામોર સામે તપાસમાં પોલીસ ના કુણા વલણ ને લઈ નારાજગી સાથે ઉગ્ર રોષ વ્યક્ત કવરવામા આવ્યો હતો

આદિવાસી સમાજ દ્વારા કડાણા મામલતદાર ને એક આવેદન પત્ર આપવામાં આવ્યું હતું

મામલતદાર ને આપવામાં આવેલ આવેદન પત્ર મા જણાવ્યું હતું કે વિશાલની હત્યાં મા આરોપી રાકેશ સોમા ડામોર સાથે અન્ય પણ ઈસમો સામીલ હતા

જેઓની પોલીસ દ્વારા હજી સુધી ધરપકડ કરવામાં આવી નથી આદિવાસી સમાજ દ્વારા એ પણ આક્ષેપ કરવામાં આવ્યા હતા કે વિશાલ ના હત્યારા ઓ ને બચાવવાં પોલીસ કોઇ રાજકીય દબાણ મા આવી આરોપીઓ ને છાવરી રહી છે

તેમજ હત્યાં મા સંડોવાયેલા અન્ય સાગરીતો હજી પણ પોલીસ પકડ થી દુર છે

ત્યારે આદિવાસી સમાજ દ્વારા પોલીસ ની આ કામગીરી સામે અનેક સવાલો અને શંકાઓ વ્યક્ત કરી હતી

સોમવારે આદિવાસી સમાજ ના આગેવાનો દ્રારા એવી ચીમકી ઉચ્ચારવા મા આવી છે કે આગામી ત્રણ દિવસમાં વિશાલ ની હત્યાં ના આરોપીઓ ને સજા માટે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં નહિ આવે તો સહ પરિવાર ડિટવાસ પોલીસ મથકે આત્મવિલોપ કરશે

તેમજ મોટી સંખ્યામાં આદિવાસી સમાજની જન મેદની એકત્રિત થઈ ઉગ્ર આંદોલન કરશે

અને આ સમયે કોઇ ઘટના ઘટે તો સગળી જવાબદારી પોલીસ વિભાગ સહીત તાલુકા અને જીલ્લા તંત્ર ના શિરે રહેશે જે આવેદન પત્ર મા સ્પષ્ટ જણાવવા મા આવ્યું હતું

🌹તસ્વીર :
ઈન્દ્રવદન વ. પરીખ. સંતરામપુર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp