ગોધરા આમ આદમી પાર્ટીના 30 જેટલા કાર્યકરો ભાજપમાં જોડાયા, શહેરાના ધારાસભ્યે પહેરાવ્યો કેસરીયો ખેસ
વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય વાતાવરણ ગરમાય રહ્યું છે.
ત્યારે ચૂંટણી જીતવા તમામ પક્ષો દ્વારા જીતની દાવેદારી કરવામાં આવી રહી છે.
ત્યારે અગામી વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને દરેક પાર્ટી દ્વારા રાજકીય દાવા સાથે ચૂંટણીનો જંગ જીતવા એડી ચોટીનું જોર લગવવામાં આવી રહ્યું છે.
ત્યારે નદીસર તાલુકા પંચાયતના આમ આદમી પાર્ટીમાંથી નારાજ કાર્યકરો ભાજપમાં જોડાયા છે
અને તેના કારણે આમ આદમી પાર્ટીને મોટું નુકસાન થયું છે.
નદીસર તાલુકા પંચાયતના આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડેલા ઉમેદવાર હેમંતભાઈ પુવાર તથા તેમના 30થી વધુ સમર્થકો ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ અને શહેરા મતવિસ્તારના ધારાસભ્ય જેઠા ભરવાડની વિશેષ ઉપસ્થિતિમાં ભગવો ખેસ ધારણ કરી ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત રીતે જોડાયા હતા.
ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે અનેક લોકો પક્ષ પલટો કરીને પોતાની જગ્યા સેફ કરવા માંગી રહ્યા છે.
ત્યારે હાલ સીઝન એકબીજાને ખેસ પહેરાવવાની ચાલી રહી છે
આમ આદમી પાર્ટીમાંથી ૩૦થી વધુ સમર્થકો ભાજપમાં જોડાતા એકબીજાના મોં મીઠા કરી આવકાર્ય હતા.