બાકી પૈસાની ઉઘરાણી માટે જંગલરાજ અપહરણ અને ધમકીના અનેક બનાવો

પ્રતીકાત્મક તસવીર:બાકી પૈસાની ઉઘરાણી માટે જંગલરાજ અપહરણ અને ધમકીના અનેક બનાવો

બાકી પૈસાની ઉઘરાણી માટે જંગલરાજ અપહરણ અને ધમકીના અનેક બનાવો

પ્રતીકાત્મક તસવીર:બાકી પૈસાની ઉઘરાણી માટે જંગલરાજ અપહરણ અને ધમકીના અનેક બનાવો
પ્રતીકાત્મક તસવીર:બાકી પૈસાની ઉઘરાણી માટે જંગલરાજ અપહરણ અને ધમકીના અનેક બનાવો

 

ભાવનગર શહેર અને જિલ્લામાં ફસાયેલા નાણા કઢાવવા માટે અનેક ગેંગ કાર્યરત બની છે.

આ લોકો ધાકધમકી, મારઝુડ અને અપહરણ કરીને પણ ફસાયેલા નાણા વસુલ કરી આપે છે.

તાજેતરમાં જ એક શેરબજારના બ્રોકરનું અપહરણ કરી 14 કલાક સુધી ગોંધી રાખ્યા બાદ અમુક કાગળોમાં તેની સહી કરાવી છોડી દીધો હોવાનું જાણવા મળેલ છે.

બાકી પૈસાની વસુલી માટે ભાવનગરમાં જંગલરાજનો કાયદો ચાલતો હોય તેવુ વાતાવરણ ધીરે ધીરે ઊભુ થતુ જાય છે.

શહેરના એક શેરબ્રોકરને સટ્ટામાં દેવુ થઈ જતા જેની પાસેથી વ્યાજે પૈસા લીધા હતા

એવા એક સરકારી અધિકારીના ઈશારે કેટલાક લોકો તેનું અપહરણ કરી બહારગામ લઈ ગયા હોવાનું અને પહેલા પાંચ લાખની તેના પરિવાર પાસે માંગણી કરી હતી

અને બાદમાં અમુક કાગળોમાં તેની પાસે સહીઓ કરાવી થોડા મહિનાઓની મુદત આપી છોડી દીધો હોવાનું જાણવા મળેલ છે.

જોકે આ મામલે કોઈ પોલીસ ફરિયાદ થઈ નથી.

આ પહેલા પણ કૃષ્ણનગર વિસ્તારમાંથી ધોળે દિવસે એક યુવાનનંુ અપહરણ કરી તેનો એક કરોડના ફ્લેટને 35 લાખમાં પડાવી લેવાનો કેટલાક લોકોએ કારસો ઘડ્યો હતો.

ધીરધારના લાયસન્સ વગર વ્યાજે પૈસા આપવા તે ગેરકાયદેસર છે.

ઉપરાંત ઉઘરાણી કે બાકી પૈસા પરત ન આપતા હોય તો તે માટે પોલીસ ફરિયાદ, કોર્ટની કાયદામાં જોગવાઈ છે.

પણ અનેક લોકો શોર્ટકટ અપનાવે છે જેને કારણે ટપોરીઓનો વસુલીનો ધીકતો ધંધો ચાલી રહ્યો છે.

ઝડપી ન્યાય મળે તે પણ એટલંુ જ જરૂરી છે

વસુલી માટે ગુંડારાજ ને કોઈપણ સંજોગોમાં ચલાવી ન લેવાય પણ સાથોસાથ લોકોને સમયસર અને ઝડપી ન્યાય મળે તેવી વ્યવસ્થા પણ ગોઠવાવી જોઈએ.

લોકોને સમયસર ન્યાય મળવાનો વિશ્વાસ ઉભો થશે તો ટપોરીઓનું રાજ નહિ ચાલે.

 

અપહરણ અને વસુલીના લોકોમાં ચર્ચાતા બનાવો

  • શહેરના અેક આઈ.ટી. ક્ષેત્રે સંકળાયેલી વ્યક્તિએ કમિટમેન્ટ કર્યા બાદ પણ લાંચના પૈસા નહીં આપતા તેને બોરતળાવ પાસેના એક બંગલામાં રાખી વસુલી કરવામાં આવી હતી તેમ જાણવા મળેલ છે.
  • બિલ્ડીંગ ક્ષેત્રે સંકળાયેલી એક વ્યક્તિ આર્થિક ભીંસમાં આવી જતા તેને આખી રાત ગોંધી રાખી સવારે દસ્તાવેજ ઓફિસમાં લઈ જઈ કેટલાક મિલકતોના દસ્તાવેજ કરાવી લેવામાં આવ્યા હોવાની ચર્ચા છે.
  • એક વ્યક્તિએ ઉધારી કરી હતી તે નહીં ચુકવી શકતા તેના ભાઈને અવારનવાર ધમકી આપી વ્યાજે આપેલી મૂળ રકમ કરતા ત્રણ ગણી રકમ વસુલ્યા બાદ હજી પણ ઉઘરાણી ચાલુ છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp