ફતેપુરામાં ગામનો ગંદો કચરો ઠલવાતાં તળાવમાં અસહ્ય ગંદકી
ફતેપુરામાં આવેલા એકમાત્ર તળાવનું ધ્યાન નહીં રખાતા નગરની ધરોહર સમાન તળાવની દુર્દશા થઇ રહી છે.
ગામનો કચરો તળાવમાં જ ઠલવાતા તે ધીમે-ધીમે પુરાઇ રહ્યું છે
સાથે કચરાના ઢગલાને કારણે લોકોમાં રોષ પણ ફેલાયેલો છે.
તળાવ નજીકનો કચરો વહેલી તકે દૂર કરે તેવી લોક માગ ઉઠી છે.
ફતેપુરા ગામમાં કબ્રસ્તાન નજીક વર્ષો જુનુ તળાવ આવેલુ છે.
તળાવમાં પ્રતિદિન ગામનો ગંદો કચરો ઠલવાતા તળાવ પુરાતુ જતું જોવા મળી રહ્યું છે.
નગરમાં નામ માત્ર એક તળાવની પંચાયત કે તંત્ર દ્વારા દેખરેખ કે માવજત કરવામા આવી નથી કે તળાવને ચોખ્ખુ કરી પાણી સંગ્રહ થાય તેવી વ્યવસ્થા પણ કરવામા આવતી નથી.
તળાવની જગ્યામાં ગંદા કચરાના ઢગલાઓ કરતાં તળાવ ગંદકીથી ખદબદી ઉઠયુ છે.
ગંદકી થી ખદબદતુ તળાવ અને અસહ્ય દુગઁધથી રસ્તે પસાર થતા રાહદારીઓ અને કબ્રસ્તાને આવતાં લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે.
તંત્ર દ્વારા તળાવની જગ્યા ખુલ્લી કરીને આ કચરાનો યોગ્ય નિકાલ કરવામાં આવે તેવી પ્રજામાં માગ ઉઠી છે.