ગાંધીનગરના ઝૂંડાલ ખાતેના ફાર્મ હાઉસથી પત્નીની નજર સામે પાંચ ઈસમોએ પતિનું અપહરણ કર્યું

પ્રતીકાત્મક તસવીર:ગાંધીનગરના ઝૂંડાલ ખાતેના ફાર્મ હાઉસથી પત્નીની નજર સામે પાંચ ઈસમોએ પતિનું અપહરણ કર્યું

ગાંધીનગરના ઝૂંડાલ ખાતેના ફાર્મ હાઉસથી પત્નીની નજર સામે પાંચ ઈસમોએ પતિનું અપહરણ કર્યું

પ્રતીકાત્મક તસવીર:ગાંધીનગરના ઝૂંડાલ ખાતેના ફાર્મ હાઉસથી પત્નીની નજર સામે પાંચ ઈસમોએ પતિનું અપહરણ કર્યું
પ્રતીકાત્મક તસવીર:ગાંધીનગરના ઝૂંડાલ ખાતેના ફાર્મ હાઉસથી પત્નીની નજર સામે પાંચ ઈસમોએ પતિનું અપહરણ કર્યું

 

ગાંધીનગરના ઝૂંડાલ ખાતેના ફાર્મ હાઉસથી પત્નીની નજર સમક્ષ પાંચ ઈસમોએ પુત્ર, પુત્રવધૂ અને વેવાઈ સાથે ચાલતી માથાકૂટ પૂર્ણ કરવાનું કહી ઝપાઝપી કરીને પતિનું અપહરણ કરી પલાયન થઈ ગયા હતા.

આ અંગે અડાલજ પોલીસ મથકમાં ગુનો નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

પુત્ર ઘર જમાઈ બનીને રહેવા જતો રહ્યો

ઝુંડાલ રાઘવફાર્મથી કેનાલ તરફ જતા સર્વીસ રોડ ઉપર ભરતભાઇ પટેલના ફાર્મ ખાતે રહેતાં સંતોકબેન અમરતભાઇ દેવીપુજકને સંતાનમા ત્રણ દીકરા અને એક દીકરી છે.

જે પૈકી સૌથી નાનો દીકરાના લગ્ન નટુભાઇ જકસીભાઇ દેવીપુજક (રહે મણીનગર હરીપુરા)ની દીકરી સાથે થયેલા છે.

પરંતુ મહેશની પત્ની પિયરમાં રહેવા માંગતી હોવાથી અમદાવાદ જતી રહી છે.

જેથી મહેશ પણ ઘર જમાઈ થઈને સાસરીમાં રહેવા જતો રહ્યો છે.

પુત્ર સાથેના સંબંધનો અંત લાવી પેપરમાં જાહેરાત આપી

જે બાબતે અવારનવાર સમાજનું પંચ બોલાવેલ પણ આવતો ના હોય અને કહ્યામા ના હોય

સંતોકબેને સંબંધનો અંત લાવી પેપરમાં જાહેરાત આપી મિલ્કતમાંથી બેદખલ કરી દીધો છે.

જેના કારણે વેવાઇ નટુભાઇ જકસીભાઇ દેવીપુજક અવારનવાર અમદાવાદ શહેરમાં જુદાજુદા પોલીસ સ્ટેશનમાં સંતોકબેન સહિતના વિરુદ્ધ ખોટી અરજીઓ કરી હેરાન કરે છે.

પાંચ ઈસમો ઊંચકીને અપહરણ કરીને પલાયન થઈ ગયા

ગઇ બીજી ઓક્ટોબરના રોજ રાતના આઠેક વાગે સંતોકબેન તથા તેમના પતિ અમરતભાઈ ઘરે આરામ કરતા હતા.

તે દરમિયાન રાતના અગીયાર વાગ્યાના સુમારે પાંચ અજાણ્યા ઈસમો ઘરે ગયા હતા

અને તમે લોકો નટુભાઇ જકસીભાઇનો ઝગડો કેમ મટાડતા નથી તેમ કહેવા લાગ્યા હતા.

આથી અમરતભાઈએ કહ્યું કે, અવારનવાર સમાજનું પંચ બોલાવેલ છે,

અને અમે સમાજમા દાવો પણ ચુકવેલ છે.

તો આ ઈસમો કહેવા લાગ્યાં કે, તમે પુરો દાવો ચુકવેલ નથી.

તમારે દાવાની રકમ ચુકવવી પડશે અને પુત્ર-પુત્રવધૂ સાથેના ઝગડાની પતાવટ કરવી પડશે.

જોકે, અમરતભાઈએ સંબંધો રાખવાની ના પાડતા પાંચેય ઈસમો સંતોકબેનને ધક્કો મારી પાડી દીધા હતા.

બાદમાં ઝપાઝપી કરીને અમરતભાઈને ઊંચકીને અપહરણ કરીને પલાયન થઈ ગયા હતા.

​​​​​​​પતિનાં અપહરણ પછી વેવાઈ, પુત્ર, પુત્રવધૂ પણ ગાયબ

આ ઘટનાને લઈ સંતોકબેન સહિતનાએ અમરત ભાઈની શોધખોળ આદરી હતી.

તેમજ સમાજના અને પંચના આગેવાનોને મળી પુછપરછ કરેલી પરંતુ તેમનો પત્તો લાગ્યો ન હતો.

જ્યારે વેવાઈ નટુભાઇ, દીકરો મહેશ તથા તેની પત્ની પણ મળી આવ્યાં ન હતા.

આ અંગે સંતોકબેનની ફરિયાદના આધારે અડાલજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp