125 સામે નામજોગ અને 1000 લોકોના ટોળા સામે ગુનો નોંધાયો

પ્રતીકાત્મક તસવીર:125 સામે નામજોગ અને 1000 લોકોના ટોળા સામે ગુનો નોંધાયો

125 સામે નામજોગ અને 1000 લોકોના ટોળા સામે ગુનો નોંધાયો

પ્રતીકાત્મક તસવીર:125 સામે નામજોગ અને 1000 લોકોના ટોળા સામે ગુનો નોંધાયો
પ્રતીકાત્મક તસવીર:125 સામે નામજોગ અને 1000 લોકોના ટોળા સામે ગુનો નોંધાયો

 

દરગાહ ડીમોલેશન બાદ લોકોના ટોળા રોડ પર ઉતરી જતા પોલીસે ટિયરગેસ છોડ્યા હતા

જેથી કીર્તિમંદિર, ઉદ્યોગનગર, રાણાવાવ, કુતિયાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 144 કલમ લાગુ કરી હતી

બાદ સ્થિતિ નિયંત્રણમાં હોવાથી 144 ની કલમ રદ કરાઇ છે,

પરંતુ સ્થિતિ હજુ નાજુક છે. 125 લોકો સામે નામજોગ અને 1000 લોકોના ટોળા સામે ગુન્હો નોંધાયો છે.

બહારના જિલ્લામાંથી પોલીસ કાફલો તૈનાત કરી શિફ્ટ વાઈઝ રાઉન્ડ ધ કલોક કામગીરી કરવામાં આવી છે.

પોરબંદર જિલ્લાના અમુક વિસ્તારોમાંથી ગેરકાયદેસર દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવેલ

જે અન્વયે અમુક વિસ્તારોમાં વિરોધ પ્રદર્શન તેમજ ટોળાઓ રસ્તા પર નીકળી આવ્યા હતા.

જેથી કાયદો વ્યવસ્થાની પરિસ્થિતી જાળવવા માટે પોલીસે ટીયરગેસ જેવા હથિયારનો ઉપયોગ કરવાની ફરજ પડેલ હતી

અને ભારેલા અગ્નિ જેવી સ્થિતી હોય અને હજુ પણ ટોળાઓ ભેગા થઈ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતી જોખમાય તેવી પુરેપુરી શકયતા હોય

જેથી કિર્તીમંદિર, ઉધોગનગર, કુતિયાણા, રાણાવાવ પોલીસ સ્ટેશન વિસ્તારને લાગુ પડતુ જાહેરનામું પ્રસિધ્ધ કરવા દરખાસ્ત આવતા તા. 4/10 થી કિર્તીમંદિર, ઉધોગનગર, કુતિયાણા,

રાણાવાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 4 થી વધારે વ્યકિતઓએ એક સાથે એકઠા થવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવેલ હતો.

બાદ ગણતરીની કલાકોમાં આવા વિસ્તારમાં પરિસ્થિતી નિયંત્રણ હેઠળ હોય અને પ્રજાને હેરાનગતિ ન થાય

તેથી આ જાહેરનામું હાલ પુરતુ રદ કરવા પોલીસ દ્વારા દરખાસ્ત કરવામાં આવતા જિલ્લા મેજિસ્ટ્રેટ એમ.કે.જોષી દ્વારા પોરબંદર ફોજદારી કાર્યરીતિ અધિનિયમ 1973 ની કલમ 144 તળે તા. 4/10/2022 થી 4થી વધારે વ્યકિતઓએ એક સાથે એકઠા થવા ઉપર પ્રતિબંધ ફરમાવતું કલમ 144 હેઠળનો પ્રતિબંધ ૨દ કરવામાં આવ્યો હતો.

ટોળાઓ સામે પોલીસે 125 જેટલા લોકો સામે નામજોગ ગુન્હો અને 1000 જેટલા લોકોના ટોળા સામે ગુન્હો દાખલ કર્યો છે.

ધટનાને પગલે સ્થિતિ નાજુક હોવાથી કોઈ અનિરછનીય બનાવ ન બને

તે માટે બહારના જિલ્લા માંથી પોરબંદર ખાતે પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે.

અને શિફ્ટ વાઇઝ રાઉન્ડ ધ કલોક કામગીરી કરવામાં આવી છે.

જૂનાગઢ, ગીર સોમનાથમાંથી એસઆરપી સહિત પોલીસ જવાનો તૈનાત કરાયા

​​​​​​​પોરબંદરમાં દરગાહ ડીમોલેશન બાદ ટોળાઓ રસ્તા પર ઉતરી જતા અને ડીમોલેશન થયેલ જગ્યા પર જતા હોય જેથી ટોળા અને પોલીસ વચ્ચે ઘર્ષણ થતા,

કાયદો વ્યવસ્થાની સ્થિતિને ધ્યાને લેતા પોરબંદરમાં એસઆરપી ની 1 કંપની, ગીર સોમનાથ જિલ્લાના પીઆઈ, 4 પીએસઆઈ, 100 પોલીસ જવાનો, જૂનાગઢ માંથી 1 ડીવાયએસપી, 191 પોલીસ જવાન, જૂનાગઢ – ગીર સોમનાથ ની એસઓજી ની ટીમ તેમજ પોરબંદર જિલ્લાની પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે

અને શિફ્ટ વાઇઝ રાઉન્ડ ધ કલોક કામગીરી કરવામાં આવી છે.

ટોળામાં રહેલ મહિલા અને પુરૂષો સામે ગુન્હો નોંધાશે

​​​​​​​જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા સરકારી જમીન પર થયેલ દબાણ પૈકી મુરાદશાહ પીરની દરગાહનું ડિમોલેશન કરેલ.

તે જગ્યાની માલીકીની કોઇપણ જાતની ખાત્રી કર્યા વગર હીંસા ફેલાવવાના આશયથી પુર્વ આયોજીત ગુન્હાહિત કાવતરૂ રચી રીક્ષા, બોલેરો પીકઅપ તથા ટ્રકમાં બનાવવાની જગ્યાએ આવી,

ગેરકાયદેસર મંડળી રચી મંડળીને વિખેરાઈ જવાનું જણાવવા છતાં જાણી જોઇને મંડળીમાં ચાલુ રહી,

કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જાળવવા કાર્યરત પોલીસની જીંદગી જોખમાઈ તે રીતે બેફીકરાઈથી પથ્થર તથા ધારધાર માર્બલના ટુકડાનો મારો કરી પાંચ પોલીસ કર્મચારીને ઈજા પહોચાડી,

કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જાળવવા કાર્યરત કર્મચારી ની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી,

પોરબંદરના હથીયાર જાહેરનામાનો ભંગ કરી ગુન્હો કર્યા બાબત 125 સ્ત્રી પુરુષ સામે નામજોગ ગુન્હો દાખલ કર્યો છે

અને આ સિવાય ટોળામાં જે કોઈ તપાસમાં ખૂલે તેવા અજાણ્યા 1000 જેટલા સ્ત્રી પુરુષ સામે ગુન્હો નોંધી કાર્યવાહી કરવામાં આવશે તેવું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

5 પોલીસ જવાન ઘાયલ થયા

ડીવાયએસપી નીલમ ગૌસ્વામીએ જણાવ્યું હતુંકે, લોકોના ટોળાને વિખેરવા પોલીસે ટિયરગેસ છોડ્યા હતા

અને ટોળાએ પથ્થરમારો કરતા 5 જેટલા પોલીસ પણ ઘાયલ થયા હોવાનું જણાવ્યું હતું.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp