અમેરિકામાં ગરબા રમઝટ, કિર્તીદાન ગઢવીના તાલે ગુજરાતીઓ જ નહીં ચાઈનીઝ અને અમેરિકાના ભૂરિયાઓ પણ ગરબે ઘૂમ્યા

પ્રતીકાત્મક તસવીર:અમેરિકામાં ગરબા રમઝટ, કિર્તીદાન ગઢવીના તાલે ગુજરાતીઓ જ નહીં ચાઈનીઝ અને અમેરિકાના ભૂરિયાઓ પણ ગરબે ઘૂમ્યા

અમેરિકામાં ગરબા રમઝટ, કિર્તીદાન ગઢવીના તાલે ગુજરાતીઓ જ નહીં ચાઈનીઝ અને અમેરિકાના ભૂરિયાઓ પણ ગરબે ઘૂમ્યા

પ્રતીકાત્મક તસવીર:અમેરિકામાં ગરબા રમઝટ, કિર્તીદાન ગઢવીના તાલે ગુજરાતીઓ જ નહીં ચાઈનીઝ અને અમેરિકાના ભૂરિયાઓ પણ ગરબે ઘૂમ્યા
પ્રતીકાત્મક તસવીર:અમેરિકામાં ગરબા રમઝટ, કિર્તીદાન ગઢવીના તાલે ગુજરાતીઓ જ નહીં ચાઈનીઝ અને અમેરિકાના ભૂરિયાઓ પણ ગરબે ઘૂમ્યા

 

સોમવારથી નોરતાની નવલી રાતનો પ્રારંભ થયો છે. ગરબા માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ ગુજરાતીઓ જ્યાં પણ વસવાટ કરતા હોય ત્યાં ગરબા તો હોય જ એવું થઇ ગયું છે.

ગુજરાતથી માંડીને વિશ્વના અન્ય દેશોમાં રહેતા ગુજરાતી વિસ્તારોમાં નવરાત્રિને લઇ ગરબાનું વિવિધ સ્થળોએ આયોજન કરવામાં આવે છે.

અમેરિકાના કેલિફોર્નિયાના ફ્રીમોન્ટ શહેરમાં કિર્તીદાન ગઢવી અને જવનિકા એન્ટરટેઇનમેન્ટ દ્વારા રાસ ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

સંગીતના તાલે ગુજરાતીઓ જ નહીં ચાઈનીઝ અને અમેરિકાના ભૂરિયાઓ પણ ગરબે ઘૂમ્યા હતા

 

નવરાત્રિ જ નહીં પણ હવે તો લગ્નપ્રસંગે પણ ગુજરાતીઓ દ્વારા રાસ ગરબાની રમઝટ બોલાવવામાં આવી રહી છે.

તેમાંય વળી નવરાત્રિ આવે એટલે ગરબા તો ગાવાના જ માટે જ ગરબા ગાવા તે ગુજરાતીઓની ઓળખ બની ગઈ છે.

દુનિયાના ગમે તે ખૂણે રહેતા હોય પણ નવલી નોરતાની રાત એટલે નવરાત્રિ આવતા જ ગરબા તો ગાવા જ પડે તેવી ઇચ્છા દરેક ગુજરાતીઓમાં હોય છે.

માટે જ ‘Fremont City, California’ ખાતે કિર્તીદાન ગઢવી અને Javanika Entertainment દ્વારા રાસગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

Fremont City, California ખાતે રહેતા અમદાવાદના આદિત્ય ઝવેરીએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, અમેરિકાના ગુજરાતી સમાજના લોકોએ રાસ-ગરબામાં રમઝટ બોલાવી હતી.

બીજી અગત્યની વાત એ છે કે, અમેરિકામાં પણ ગુજરાત જેવો જ કાયદો છે. રાત્રે 10 વાગે સાઉન્ડ સિસ્ટમ અને ગરબા સંપૂર્ણ બંધ કરી દેવામાં આવે છે.

જોકે, અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ગુજરાત સરકાર દ્વારા રાત્રિના 12 વાગ્યા સુધીની છૂટછાટ આપી છે.

તેમણે વધુમાં કહ્યું કે, કિર્તીદાન ગઢવીએ ગરબાની રમઝટમાં કોઈ જ હિન્દી ફિલ્મના ગીતો પર ગરબા ગાવાના નહીં માત્રને માત્ર માતાજીના છંદને ઓરિજનલ જુના ગુજરાતી ગરબા જ જેવા કે, ‘મા તારુ કંકુ ખરયુ ને સોના નો સુરજ ઉગ્યો’, ‘પાવાગઢવાળી માં અંબા ભવાની રે’ ગરબાના તાલે અહીંના લોકોએ રાસગરબાની રમઝટ બોલાવી હતી.

અહીં ગ્રાઉન્ડમાં બે હજાર જેટલા ગુજરાતીઓ ભેગા થઈ ગરબા રમ્યા હતા.

ગુજરાતી લોકો સાથે ચાઈનીઝ અને અમેરિકન ગોરા લોકોએ પણ ખૂબ આનંદ ઉત્સાહથી ભાગ લીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp