હિંમતનગરમાં આવતીકાલે સી.આર. પાટીલના હસ્તે પ્રતિમાનું ભૂમિપૂજન કરાશે; પાર્ક અને માર્ગનું નામકરણ કરાશે

પ્રતીકાત્મક તસવીર:હિંમતનગરમાં આવતીકાલે સી.આર. પાટીલના હસ્તે પ્રતિમાનું ભૂમિપૂજન કરાશે; પાર્ક અને માર્ગનું નામકરણ કરાશે

હિંમતનગરમાં આવતીકાલે સી.આર. પાટીલના હસ્તે પ્રતિમાનું ભૂમિપૂજન કરાશે; પાર્ક અને માર્ગનું નામકરણ કરાશે

 

પ્રતીકાત્મક તસવીર:હિંમતનગરમાં આવતીકાલે સી.આર. પાટીલના હસ્તે પ્રતિમાનું ભૂમિપૂજન કરાશે; પાર્ક અને માર્ગનું નામકરણ કરાશે
પ્રતીકાત્મક તસવીર:હિંમતનગરમાં આવતીકાલે સી.આર. પાટીલના હસ્તે પ્રતિમાનું ભૂમિપૂજન કરાશે; પાર્ક અને માર્ગનું નામકરણ કરાશે

 

સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર શહેરમાં સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ભગવાન પરશુરામની પ્રતિમાનું ભૂમિ પૂજન અને ભગવાન પરશુરામ પાર્ક અને માર્ગનું નામકરણ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના હસ્તે મંગળવારે કરવામાં આવશે. જેને લઈને હિંમતનગરમાં પાલિકાની અને સમસ્ત બ્રહ્મ સમાજની તૈયારીઓ આખરી તબક્કામાં થઇ રહી છે.

બ્રહ્મ સમાજના યુવાનો 500 બાઈકસ અને ગાડીઓના કાફલા સાથે રેલી સ્વરૂપે કાર્યક્રમના સ્થળે પ્રદેશ સી.આર.પાટીલના સારથી બનશે.
જે રેલી ટાવર ચોકમાં પહોંચશે ત્યાર બાદ નામકરણ અને ભૂમિપૂજન પૂર્ણ કરી હિંમતનગરના ડૉ. નલીનકાંત ગાંધી ટાઉન હોલમાં સભા સ્થળે પહોચશે.
હિંમતનગર શહેર ટાવર ચોકથી લઈને માર્ગો પર ભગવાન પરશુરામના ધ્વજા અને પતાકા સાથે શણગારવામાં આવ્યા છે.
આ અંગે ગુજરાત રાજ્ય બ્રહ્મસમાજ ઉપ-પ્રમુખ પ્રફુલ કથાવાલા, હિંમતનગર નાગરિક બેન્કના ચેરમેન હિરેન ગોર, પ્રભારી સરકારી અમલીકરણ વિભાગના અતુલ દીક્ષિતે જણાવ્યું હતું કે, બ્રહ્મ સમાજના યુવાનો દ્વારા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલને મોતીપુરાથી બાઈક રેલી સાથે જૂની સિવિલ,પાચબત્તી થઈને ટાવર ચોક પહોંચશે. જ્યાં બ્રાહ્મણો દ્વારા વેદોક્ત મંત્રોચ્ચાર સાથે ભૂમિપૂજન અને નામકરણ કરાશે.
ત્યાર બાદ હનુમાનજી મંદિરમાં વેપારીઓ અને ટ્રસ્ટીઓ દ્વારા સી.આર.પાટીલનું સન્માન કરાશે.
ટાવર પાસેના બગીચામાં પ્રતિમાના ભૂમિપૂજન બાદ ભગવાન પરશુરામ પાર્કનું નામકરણ કરવામાં આવશે
અને જૂની જિલ્લા પંચાયતથી છાપરિયા ચાર રસ્તા સુધીના માર્ગનું ભગવાન પરશુરામ માર્ગનું નામકરણ કરાશે.
તો અગામી દિવસોમાં ભગવાન પરશુરામ પંચધાતુની ઉંચી પ્રતિમા બનાવવામાં આવશે. જે ટાવર રોડ પરથી સૌને દેખાશે
ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ હિંમતનગરમાં આવવાના છે. જેને લઈને હવે પાલિકા દ્વારા ટાવર ચોકમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
તો બગીચામાં રિપેરીંગ પણ શરુ કરવામાં આવ્યું હતું.
શહેરના ટાવર ચોકમાં સરદાર વલ્લભાઈની પ્રતિમાને પાણીથી ધોવામાં આવી હતી
અને આજુબાજુમાં સ્વચ્છતા અભિયાન શરુ કરાયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp