ગોધરાના બહારપૂરામાં સદભાવના મિશન ક્લાસના મુસ્લિમ શિક્ષક દ્વારા ગરબા રમાડી કોમી એકતા ઉદાહરણ પુરુ પાડયું.
સદભાવના મિશન ક્લાસ બહારપૂરા ગોધરામા ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને એક મુસ્લિમ યુવા શિક્ષક દ્વારા અનોખી રીતે ગરબા રમાડી કોમી એકતા અને અખંડિતતા ભાઈચારાનો સંદેશ ફેલાવી ઉદાહરણ પૂરું પાડ્યું છે
ડોક્ટર સુજાત વલી સાહેબ દ્વારા એક અનોખી એક માત્ર મફત શિક્ષણ કોચિંગ ક્લાસ સંસ્થા સદભાવના મિશન ક્લાસ બહારપૂરાની સ્થાપના કરી હતી
તેમા સેકડો બાળકોએ શિક્ષણ મેળવ્યું હતું હાલ આ કલાસમા ૧૩૦ થી વધુ બાળકોને મફત શિક્ષણ કોચિંગ ક્લાસ અભ્યાસ લઇ રહ્યા છે
દર વર્ષે જેમ સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમો યોજાય છે
નવમા નોત્રે નવરાત્રિના રુમઝુમ ગરબા રમવા થનગની રહેલાં બાળકો સાથે ઉત્સાહ સાથે ગરબા મહોત્સવ અંતર્ગત ભાગ લેવા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
બાળકોની સાથે ભાગીદારી નોંધાવી ઉત્સાહ સાથે આવેલાં વાલીશ્રીઓ, સામાજિક કાર્યકર, સ્થાનિક લોકો અને મહિલાઓએ પણ આ નવમા નોત્રે રુમઝુમ ગરબા રમવા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી લોકોમાં આનંદની લાગણી વ્યાપી હતી.
સદભાવના મિશન ક્લાસ બહારપૂરા ગોધરામા અભ્યાસ કરતા ૧૩૦ વિધાર્થીઓમાથી ધોરણ ૧ થી ૫ મા પ્રથમ સ્થાને સોલંકી ઘૃવી તુલસીભાઇ દ્વિતિય સ્થાને ખાભું ઘૃવી પરસોત્તમ તૃતીય સ્થાને ખાભું નકુલ છગનભાઇ અને ધોરણ ૬ થી ૧૦ મા પ્રથમ સ્થાને પારંગી અક્ષરા કલ્પેશભાઈ દ્વિતિય સ્થાને પઢિયાર મિતાલી સુનિલ તૃતીય સ્થાને ગર્ગ મોહિત જગદીશભાઈ વગેરે
જેવા વિધાર્થીઓને જજ તરીકે મહિલા મહેતા ગીરાબેને નંબર આપી ગીફ્ટ અને તમામ બાળકોને સર્ટિફિકેટથી શિક્ષકશ્રી ઈમરાન સાહેબ, મહેતા ગીરાબેન અને મારવાડી સમાજનાં અગ્રણીઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.