અખંડ જ્યોત માટે 7 મોટાં મંદિરમાં વર્ષે 680થી વધુ કિલો ઘી પૂરવામાં આવે છે

નવરાત્રીમાં તમામ મોટા મંદિરમાં ઘટસ્થાપન બાદ 9 દિવસ સુધી માતાજીની આરાધના કરવામાં આવે છે.
ત્યારે શહેરના 7 મોટા મંદિરોમાં જેવા કે નગરદેવી ભદ્રકાળી મંદિર, માધુપુરામાં આવેલું અંબાજી મંદિર, નવાપુરામાં બહુચરાજી મંદિર, તળિયાની પોળમાં અવાયેલું બહુચરાજી મંદિર,
ધનાસુથારની પોળના બહુચરાજી મંદિર, વૈષ્ણોદેવી મંદિર અને બાપુનગરમાં મહાકાળી મંદિરોમાં નવરાત્રી દરમિયાન અલગ અખંડ દીપ પ્રગટવામાં આવે છે.
વર્ષ દરમિયાન એક મંદિરમાં અખંડ દીવડામાં 80થી 150 કિલો જેટલા ઘીનો દીપ પ્રગટાવવામાં આવે છે.
તળિયાની પોળમાં બહુચરાજી મંદિરમાં નવરાત્રિમાં 8 કિલો ઘી અખંડ જ્યોતમાં પૂરવામાં આવે છે.
નગરદેવી ભદ્રકાળી મંદિર
અખંડ જ્યોત માટે વર્ષ દરમિયાન 150 કિલો ઘી વપરાય છે.
મંદિરમાં 2 જ્યોતને અખંડ રીતે પ્રગટાવાઈ છે.
200 વર્ષથી અખંડ જ્યોત પ્રગટે છે.
બહુચર મંદિર, ધનાસુથારની પોળ
વર્ષમાં 150 કિલો ઘી અર્પણ કરાય છે.
નવરાત્રિમાં જ્યોત માટે 10 કિલો જેટલું ઘી અર્પણ કરાય છે.
એક મુખ્ય જ્યોત સાથે કુલ 2 જ્યોત પ્રગટાવાય છે.
વૈષ્ણોદેવી મંદિર, SG હાઇવે
વર્ષમાં અંખડ જ્યોતમાં 75 કિલો ઘી વપરાય છે.
વર્ષ 1997માં અંખડ જ્યોત પ્રગટાવવામાં આવી હતી.
નોમ, દશેરાએ સિંહની સવારીનો શણગાર કરાય છે.
બહુચરાજી મંદિર, નવાપુરા
મંદિરમાં 350 વર્ષથી અખંડ જ્યોત પ્રગટે છે.
અખંડ જ્યોત માટે વર્ષમાં આશરે 95 કિલો જેટલું ઘી વપરાય છે.
આનંદના ગરબાની શરૂઆત થઇ ત્યારથી મંદિરમાં જ્યોત પ્રગટાવાય છે.
મહાકાળી મંદિર, બાપુનગર
વર્ષમાં અખંડ દીવામાં 90 કિલો ઘી અર્પણ કરાય છે.
150 વર્ષ પૂર્વે અખંડ જ્યોત પ્રગટાવવામાં આવી હતી.
નવરાત્રીમાં 2 ટાઈમ નિત્યક્રમ આરતી કરાય છે.
અંબાજી મંદિર, માધુપુરા
કુલ 2 અખંડ જ્યોત પ્રગટાવવામાં આવી છે.
વર્ષ દરમિયાન મંદિરમાં 120 કિલો ઘીનો ઉપયોગ અખંડ જ્યોતમાં થાય છે.