અમદાવાદમાં ગરબા શીખતાં જ ગરબા પાર્ટનર લાઈફ પાર્ટનર બની ગયાં, આજે પણ સાથે ગરબા રમે છે

પ્રતીકાત્મક તસવીર:અમદાવાદમાં ગરબા શીખતાં જ ગરબા પાર્ટનર લાઈફ પાર્ટનર બની ગયાં, આજે પણ સાથે ગરબા રમે છે

અમદાવાદમાં ગરબા શીખતાં જ ગરબા પાર્ટનર લાઈફ પાર્ટનર બની ગયાં, આજે પણ સાથે ગરબા રમે છે

પ્રતીકાત્મક તસવીર:અમદાવાદમાં ગરબા શીખતાં જ ગરબા પાર્ટનર લાઈફ પાર્ટનર બની ગયાં, આજે પણ સાથે ગરબા રમે છે
પ્રતીકાત્મક તસવીર:અમદાવાદમાં ગરબા શીખતાં જ ગરબા પાર્ટનર લાઈફ પાર્ટનર બની ગયાં, આજે પણ સાથે ગરબા રમે છે

 

 

અમદાવાદના 2 યુગલોની જોડી નવરાત્રી દરમિયાન બની ત્યાર બાદ તેમણે પ્રેમ લગ્ન કર્યા.

આ જોડી જે તહેવારથી એક થયા તે જ તહેવારને આજે પણ ભૂલ્યા નથી.

નવરાત્રીની ખુબ જ ધામધૂમ પૂર્વક પોતાના પાર્ટનર સાથે ઉજવણી કરી રહ્યા છે.

અક્ષર ગરબા ગ્રુપ દ્વારા નવરાત્રીમાં ગરબા કરવામાં આવે છે.

આ ગ્રુપમાં અનેક યુગલો જોડાયેલા છે. જેમાં 2 યુગલોની મુલાકાત જ ગરબા કલાસ દરમિયાન થઈ હતી.

ત્યાર બાદ બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો અને અંતે બંનેએ પ્રેમ લગ્ન કરી દીધા હતાં.

પ્રેમ લગ્ન કર્યા બાદ પણ બંને હજુ નવરાત્રીમાં પોતાના લાઈફ પાર્ટનર સાથે ઉજવણી કરી રહ્યાં છે.

બંને યુગલને નવરાત્રિમાં પોતાના જુના દિવસો પણ યાદ આવે છે.

નવરાત્રિમાં ગરબા રમતાં પ્રેમ થયો

જીલ પટેલ નામના યુવકે જણાવ્યું હતું કે 5 વર્ષથી હું ગરબા કલાસ ચાલવું છું.

મારા ગરબા ક્લાસમાં શિવાનીનું એડમિશન થયું.એડમિશન કરીને શિવાનીને મારી સાથે ગરબા પાર્ટનર બનાવી હતી.

ત્યાર બાદ ગરબા રમતા જ પ્રેમ થયો હતો અને 2 મહિનામાં અમે લગ્ન કર્યા હતા.

અત્યારે અમારે એક બાળક પણ છે.અમે હજુ ગરબા સાથે જ રમીએ છીએ.

નવરાત્રી તો અમે ક્યારેય નહીં ભૂલી શકીએ.

હાર્દિક બ્રહ્મભટ્ટ નામના યુવકે જણાવ્યું હતું કે હું 5 વર્ષથી ગરબા રમું છું.

હું મારા મિત્રના ત્યાં ગરબા રમવા જતો હતો. આ દરમિયાન મને મારી પત્ની ક્રિષ્ના મળી.

તેને પણ મારા મિત્રના ત્યાં ગરબા શીખવાના શરૂ કર્યા હતાં.

હું પણ એ ગરબા ગ્રુપમાં જવા લાગ્યો હતો.અમારા બંને વચ્ચે પ્રેમ થયો હવે નવરાત્રીમાં અમે સાથે જ ગરબા રમીએ છીએ.

અમારા લગ્ન થઈ ચૂક્યા છે પરંતુ હજુ અમે કુંવારા દંપતી હોય તે રીતે જ ફરીએ છીએ.

બોપલમાં પ્રકૃતિ બંગ્લો પરિવાર દ્વારા ગરબાનું આયોજન

અમદાવાદમાં નવરાત્રિનો પર્વ ખૂબજ ઉત્સાહ સાથે ઉજવવામાં આવ્યો.

શહેરમાં અનેક પાર્ટી પ્લોટ અને ક્લબોમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.

બીજી તરફ ક્લબ અને પાર્ટી પ્લોટની જગ્યાએ સોસાયટીઓના કેમ્પસમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.

પાર્ટી પ્લોટમાં ગરબા રમવા માટે ટ્રાફિક અને પાર્કિંગની ઝંઝટમાં શહેરીજનો ખૂબજ હેરાન થાય છે.

તેથી હવે સોસાયટીઓમાં પણ પાર્ટી પ્લોટ જેવા જ ગરબા રમાય છે.

અમદાવાદમાં બોપલ વિસ્તારમાં સ્ટર્લિંગ સિટી ખાતેના પ્રકૃતિ બંગ્લો પરિવારે પણ આ વખતે અદભૂત ગરબાનું આયોજન કર્યું હતું.

જેમાં લોકોને કોઈપણ પ્રકારની તકલિફ વિના ગરબા રમવાની મજા પડી હતી.

મહિલાઓ, બાળકો સહિતના લોકોએ ખૂબજ મજાથી ગરબા રમ્યા હતાં.

અહીં પણ સોસાયટીના કેમ્પસમાં ખૂબજ રોશની કરવામાં આવી હતી.

સોસાયટીના ચેરમેન હરેશભાઈ જાની, સેક્રેટરી અરુણભાઈ પટેલ,

જોઈન્ટ સેક્રેટરી ચિરાગભાઈ પરમાર, એડવાઈઝર હર્ષદભાઈ જાની, વિપુલભાઈ જગાની,

અજયભાઈ પટેલ,પરેશભાઈ પટેલ, જિજ્ઞેશભાઈ પટેલ, વનમાલીભાઈ પટેલ, કેયુરભાઈ શર્મા, અજિતભાઈ વ્યાસ અને કેયુરભાઈ ત્રિવેદી સહિતના સભ્યોએ નવરાત્રિનું સુંદર આયોજન કર્યું હતું.

ઈસનપુરમાં મનોરમા પાર્ક સોસાયટીમાં 30 વર્ષથી નવરાત્રિનું આયોજન

અમદાવાદમાં ફક્ત પાર્ટી પ્લોટ જ નહીં પરંતુ શેરી ગરબા પણ દેશભરમાં પ્રખ્યાત છે.

નવરાત્રિમાં આવા જ ગરબા 30 વર્ષથી ઈસનપુરની મનોરમા પાર્ક સોસાયટીમાં કરવામાં આવે છે.

મનોરમા પાર્ક સોસાયટીમાં ખેલૈયાઓ ગરબાના અવનવા સ્ટેપ સાથે ગરબાની મોઝ માણી હતી.

જેમાં ત્રણ તાળી, હીંચ, ગરબા, ટીમલી સહિતના અનેક ગરબાના સ્ટેપ વડે ખેલૈયાઓએ શેરી ગરબાની રમઝટ મચાવી હતી.

9મા દિવસે સોસાયટીમાં સવારના 5 વાગ્યા સુધી ગરબાની રમઝટ જામી હતી.

ત્યારબાદ સોસાયટીની બહાર અંબાજી માતાજીના મંદિરે ભક્તોએ માં નો ગરબો વળાવ્યો હતો.

નવરાત્રિને હર્ષોઉલ્લાસ સાથે પૂર્ણાહૂતી તરફ લઈ ગયા હતા.

આમ છેલ્લા 30 વર્ષથી આ સોસાયટીમાં નવરાત્રિનું આયોજન ઉત્સાહ સાથે કરવામાં આવે છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp