સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલથી દર્દીઓને અમદાવાદ રિફર નહીં કરવા પડે

પ્રતીકાત્મક તસવીર:સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલથી દર્દીઓને અમદાવાદ રિફર નહીં કરવા પડે

સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલથી દર્દીઓને અમદાવાદ રિફર નહીં કરવા પડે

પ્રતીકાત્મક તસવીર:સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલથી દર્દીઓને અમદાવાદ રિફર નહીં કરવા પડે
પ્રતીકાત્મક તસવીર:સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલથી દર્દીઓને અમદાવાદ રિફર નહીં કરવા પડે

 

સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ અને ટ્રોમા સેન્ટર બનવાથી હાર્ટ, બર્ન્સ, ઓર્થોપેડિક, પેટ, કિડની સહિતની બિમારીવાળા દર્દીઓને અમદાવાદ હોસ્પિટલમાં રિફર કરવા પડશે નહી.

ઉપરાંત ટ્રોમા સેન્ટર અને સ્પેશિયાલીટી હોસ્પિટલ માટે તબિબો, નર્સિંગ સહિતના અંદાજે 700 કર્મચારીઓની ભરતી કરવી પડશે.

જોકે હોસ્પિટલ અને ટ્રોમા સેન્ટર બનતા જ બે વર્ષ જેટલો સમય લાગશે.

ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રીસર્ચ સોસાયટી સંચાલિત ગાંધીનગર મેડિકલ કોલેજને એક દાયકા પછી સુપર સ્પેશિયાલીટી હોસ્પિટલ અને ટ્રોમા સેન્ટર મળશે.

જોકે સોમવારે રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુમના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું છે.

જોકે હોસ્પિટલ અને ટ્રોમા સેન્ટર બનતા બે વર્ષ જેટલો સમય લાગી શકવાની શક્યતા રહેલી છે.

ગુજરાતમાં આવીને પ્રસન્નતાનો અનુભવ કરી

ત્યારે રૂપિયા 373 કરોડના ખર્ચે તૈયાર થનાર સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ અને ટ્રોમા સેન્ટર બનવાથી જિલ્લા તેમજ આસપાસના જિલ્લાવાસીઓને કેવા પ્રકારનો ફાયદો થશે

તે અંગે સિવિલ હોસ્પિટલના તબિબોને પુછતા જણાવ્યું છે કે કિડની, હાર્ટ, બર્ન્સ, ઓર્થોપેડિકના દર્દીઓને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવા પડશે નહી.

ઉપરાંત દર્દીઓને ગાંધીનગર હોસ્પિટલમાં જ તમામ પ્રકારની સારવાર મળી રહેશે.

રાષ્ટ્રપતિએ ગુજરાતીમાં કહ્યું હતું કે, ગુજરાતમાં આવીને પ્રસન્નતાનો અનુભવ કરી રહી છું.

હાર્ટની બીમારીની સારવાર થશે

જોકે હાલમાં સપ્તાહમાં અંદાજે દસેક જેટલા હાર્ટના દર્દીઓને યુ.એન.મહેતા હોસ્પિટલમાં મોકલવા પડતા હતા.

પરંતુ હવે કેથલેબ બનાવાતા એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી સહિતની હાર્ટને લગતી તમામ પ્રકારની બિમારીઓની સારવાર દર્દીને મળી શકશે.

કિડની, પેટની સારવાર મળશે

કિડનીને લગતી તેમજ પેટને લગતી બિમારી માટે દર્દીઓને હવે અમદાવાદ હોસ્પિટલ સુધી લાંબા થવામાંથી છુટકારો મળશે.

દાઝેલા દર્દીઓને અમદાવાદ નહીં જવું પડે

વીજળી કે આગથી દાઝી ગયેલા કોઇપણ દર્દીઓને અમદાવાદની સિવિલ હોસ્પિટલ જવાની જરૂર પડશે નહી.

જોકે હાલમાં સપ્તાહમાં પાંચેક જેટલા દાઝી જવાના કેસ નોંધાતા તેઓને અમદાવાદ હોસ્પિટલમાં રિફર કરવા પડતા હતા.

ઉપરાંત પ્લાસ્ટિક સર્જરી સહિતની નિદાન અને સારવાર કરી શકાશે.

ડોક્ટરો, નર્સિંગ સહિતના 700 કર્મચારીઓની ભરતી કરવી પડશે

ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં બે વર્ષ પછી તૈયાર થનાર સુપર સ્પેશિયાલીટી હોસ્પિટલ અને ટ્રોમા સેન્ટર માટે નિષ્ણાંત અંદાજે 150થી 180 તબિબોની ભરતી કરવી પડશે.

ઉપરાંત અંદાજે 300 જેટલો નર્સિંગ સ્ટાફ તેમજ સર્વન્ટ, ઓટી સર્વન્ટ સહિતના અંદાજે 200 જેટલા કર્મચારીઓની ભરતી કરવી પડશે તેમ સિવિલ હોસ્પિટલના તબિબોએ જણાવ્યું છે.

 

રાષ્ટ્રપતિએ ગુજરાતીમાં કહ્યું, ‘ગુજરાતમાં આવીને પ્રસન્નતા અનુભવ કરી’

 

રાષ્ટ્રપતિ બન્યા બાદ પ્રથમ વખત ગુજરાતની મુલાકાતે આવેલા દ્રૌપદી મુર્મુએ ગુજરાતીમાં સંબોધનની શરૂઆત કરતાં કહ્યું હતું કે, ‘રાષ્ટ્રપતિ બન્યા પછી પહેલીવાર આપ સૌની વચ્ચે અહીં ગુજરાતમાં આવીને પ્રસન્નતાનો અનુભવ કરી રહી છું.

આપ સૌની કુશળતાની પ્રાર્થના કરું છું.’

તેઓએ ઉમેર્યું હતું કે, સ્વાસ્થ્ય ક્ષેત્રે ગુજરાતે ખૂબ મોટી સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp