ખેડબ્રહ્માના કરુન્ડા ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ અને ઇન્ચાર્જ તલાટી 35 હજારની લાંચ લેતા ઝડપાયા
સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના કરુંડા ગામના પૂર્વ સરપંચ અને ઇન્ચાર્જ તલાટી મકાનની સનદની માંગણીને લઈને રૂ 35 હજારની લાંચ લેતા ઝડપાય હતા.
મંગળવારે સાંજે વિજયનગર ત્રણ રસ્તેથી બનાસકાંઠા ACBએ રંગે હાથ લાંચ લેતા ઝડપી લઈને બંનેને ડીટેન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ખેડબ્રહ્મા તાલુકાના કરુન્ડા ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ બાબુસિંઘ વણઝારા અને ઈન્ચાર્જ તલાટી મુકેશકુમાર ગઢવી રૂ 35 હજારની લાંચ લેતા ઝડપાયા હતા.
ફરિયાદીનો કરુંડા ગામમાં પ્લોટ આવેલો હતો.
જેમાં મકાન બાંધકામ સારૂ કરવા ગ્રામ પંચાયતમાંથી તલાટી પાસેથી સનદ માટે દરખાસ્ત કરાવી સનદ લેવાની હોય છે,
જે માટે ફરિયાદીએ અવાર-નવાર સનદની માંગણી કરતાં પૂર્વ સરપંચ અને ઇન્ચાર્જ તલાટીએ સનદ લેવા માટે રૂ.35 હજારની માગણી કરી હતી.
જેને લઈને ફરિયાદીએ બનાસકાંઠા ACBનો સંપર્ક કરી ફરિયાદ આપી હતી.
જેને લઈને છટકાનું આયોજન કરી બનાસકાંઠા પાલનપુર ACB પીઆઈ એન.એ.ચૌધરી અને સ્ટાફે પંચો સાથે મંગળવારે સાંજે વિજયનગર ત્રણ રસ્તા પાસે લોખંડવાલા કોમ્પ્લેક્ષ આગળ ઇન્ચાર્જ તલાટી મુકેશકુમાર ગઢવી રૂ. 35 હજારની લાંચ સ્વીકારી સ્થળ પર સાથે પૂર્વ સરપંચ બાબુસિંઘ વણઝારા બંને આરોપી પકડાઇ ગયા હતા.
ACBએ બંનેને ડીટેન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.