લુણાવાડામાં પરા બજાર મહાલક્ષ્મી માતાજી મંદિર ખાતે શેરી ગરબાની જામી રમઝટ, માઈ ભક્તો માતાજીની આરાધના કરી ગરબે ઘૂમ્યા
નવરાત્રિએ મા આદ્ય શક્તિની આરાધનો પર્વ છે. નવલી નવરાત્રીમાં માઈ ભક્તો માતાજીની આરાધના કરીને ગરબે ધુમતા હોય છે.
ત્યારે શહેરના અલગ અલગ વિસ્તારોમાં શેરી ગરબાઓ પણ યોજાતા હોય છે.
ત્યારે મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતેના પરા બજાર મહાલક્ષ્મી મંદિર ચોક ખાતે શેરી ગરબાની રમઝટ જામી છે.
અહીંયા અંદાજીત 25 વર્ષ અગાઉથી શેરી ગરબા યોજાય છે.
આ વર્ષો જૂની પરંપરા આજે પણ ચાલુ છે.
જેમાં સ્થાનિક માઈ ભક્તો ગરબે ઘૂમીને માતાજીની આરાધના કરી નવલી નવરાત્રીની આનંદ ઉત્સાહ ભેર ઉજવણી કરે છે.