દેવગઢ બારીઆ તાલુકામાં ઘરમાંથી સગીરાનું અપહરણ કરી યુવકે દુષ્કર્મ ગુજારતા પોલીસ ફરિયાદ

દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકામાંથી એક ઈસમે સગીરાને પત્ની તરીકે રાખવા સારૂં અપહરણ કર્યુ હતુ.
ત્યાર બાદ તેની પર દુષ્કર્મ આચરતાં પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે.
સગીરાને કહ્યુ ‘તને પત્ની તરીકે રાખવાની છે,ચાલ મારી સાથે’
ગત તા.27 મી સપ્ટેમ્બરના રોજ દેવગઢ બારીઆ તાલુકામાં રહેતી એક 17 વર્ષીય સગીરા સાંજના સમયે પોતાના ઘરમાં ઉંઘતી હતી.
તે સમયે દેવગઢ બારીઆ તાલુકાના દેવીરામપુરા ગામે રહેતો રવિભાઈ ખુમાનભાઈ રાઠવા સગીરાના ઘરે આવ્યો હતો
અને ઉંઘતી સગીરાને જગાડી હતી.
હું તને પત્ની તરીકે રાખવા રાખવા માંગુ છું.
તું મારી સાથે ચાલ, તેમ જણાવતાં સગીરાએ જવાની ના પાડી હતી.
ના પાડતા જ રવિએ ઉશ્કેરાઈ જઈ સગીરાને માર મારી, મારી નાંખવાની ધમકીઓ આપી હતી.
સગીરાના ઘરેથી જ તેની સાથે બળજબરી કરી અપહરણ કરી લઈ દેવીરામપુરા ઘરની બહાર લાવ્યો હતો.
આમ સગીરાનું અપહરણ કર્યા બાદ તેની મરજી વિરૂધ્ધ દુષ્કર્મ ગુજાર્યુ હતુ.
આ સંબંધે બળાત્કારનો ભોગ બનેલી સગીરાએ સાગટાળા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી ધરી છે.