મહીસાગર જિલ્લામાં સૌપ્રથમ શોપાર્ટ ફ્રેક્ચરનું સફળ ઓપરેશન; સ્પેશ્યલ ડિઝાઇનની 3 પ્લેટો પંજામાં ફિક્સ કરાઈ

બલૈયા ગામના 53 વર્ષીય રાજેન્દ્ર દરજી ઘરની છત ઉપરથી પડી ગયા હતા.
જેમાં ડાબા પગના પંજામાં ગંભીર ઇજા પહોંચી હતી.
જેથી તેઓ તાત્કાલિક લુણાવાડા ખાતેની સાંઈ હોસ્પિટલમા દાખલ થયા અને ડૉક્ટરે તપાસ કરી જણાવ્યું કે, તેમને પગના પંજામા ગંભીર શો પાર્ટ ઇન્જરી થઇ છે.
જેમાં 5 હાડકાનું ફ્રેક્ચર છે. તંતુઓમાં ઇજા છે અને હાડકાં એકબીજા ઉપર ખસી ગયા છે.
ઉપરાંત તેમાં ખુબ જ સોજો આવી ગયો છે. તેમાં એવું કહેવાય છે કે, પંજાની સ્થિતિ હાડકાં ભરેલી થેલી જેવી થાય છે.
આ ફ્રેક્ચરનું ઓપરેશન ખૂબ કઠિન માનવામાં આવે છે
અને ગુજરાતના મોટા શહેરોમા જૂજ સ્પેશિયલ ફૂટ ઓર્થો જ સર્જન કરતા હોય છે.
પરંતુ ડૉ.સોહમ પટેલે આ ગંભીર ઓપરેશન સાંઈ હોસ્પિટલ, લુણાવાડા ખાતે જ કરી, દર્દીનો પગ બચાવી લીધો હતો.
ઓપરેશનમા પગના પંજામા મેડીકલ કોલમમાં 1 પ્લેટ લેટરલ કોલમમા 1 પ્લેટ અને ક્યુનીફોર્મ-નેવિક્યુલરમા 1 એવી કુલ 3 સ્પેશિયલ ડિઝાઇનની પ્લેટો ફિક્સ કરવામાં આવી હતી.
દર્દી અને સગાઓેએ ડોક્ટરનો આભાર માન્યો
આ ઓપરેશન કોઈ પણ જાતના કોમ્પ્લિકેશન વગર પાર પાડવામાં આવ્યું હતું.
તે માટે દર્દી અને સગાઓએ ડોક્ટરનો આભાર માન્યો હતો.
ડોક્ટર દ્વારા આવા અનેક જટીલ ઓપરેશન લુણાવાડા ખાતે જ પુરા પાડી એક હોશિયાર ડોક્ટરનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.
જે મહીસાગર જિલ્લા માટે ગર્વની બાબત છે.