સ્વચ્છતાં સર્વેક્ષણ-2022માં ગાંધીનગરને 5476 માર્ક મળતા 23માં ક્રમાંકે ધકેલાયું

પ્રતીકાત્મક તસવીર:સ્વચ્છતાં સર્વેક્ષણ-2022માં ગાંધીનગરને 5476 માર્ક મળતા 23માં ક્રમાંકે ધકેલાયું

સ્વચ્છતાં સર્વેક્ષણ-2022માં ગાંધીનગરને 5476 માર્ક મળતા 23માં ક્રમાંકે ધકેલાયું

પ્રતીકાત્મક તસવીર:સ્વચ્છતાં સર્વેક્ષણ-2022માં ગાંધીનગરને 5476 માર્ક મળતા 23માં ક્રમાંકે ધકેલાયું
પ્રતીકાત્મક તસવીર:સ્વચ્છતાં સર્વેક્ષણ-2022માં ગાંધીનગરને 5476 માર્ક મળતા 23માં ક્રમાંકે ધકેલાયું

 

 

સ્વચ્છતાં સર્વેક્ષણ-2022ના પરિણામમાંથી રાજ્યના પાટનગર ગાંધીનગર જ બહાર ફેંકાઈ ગયું છે. 2021માં 10 લાખથી ઓછી વસ્તી વાળા શહેરોમાં 6 ક્રમે રહેલું ગાંધીનગર આ વખતે સીધુ 23માં નંબર પર ધકેલાઈ ગયું છે.

જેને પગલે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતાં માટે કરવામાં આવતો કરોડો ખર્ચે માથે પડ્યો છે.

7500 જેટલા માર્ક્સમાંથી ગાંધીનગરને 5476.80 માર્ક્સ મળ્યા છે. જેને પગલે ગાંધીનગર ટોપ-10માંથી બહાર નીકળી ગયું હતું.

સ્વચ્છતાં માટે કરવામાં આવતો કરોડો ખર્ચે માથે પડ્યો

સ્વચ્છતાં સર્વેક્ષણ-2022માં દેશભરમાંથી 4320 શહેરોએ ભાગ લીધો હતો.

જેમાંથી 382 શહેરોનું રેટિંગ કરવામાં આવ્યું હતું. જેમાં દેશમાં ઈન્દોર ફરી પ્રથમ નંબરે આવ્યું છે,

જ્યારે ગુજરાતના ચાર શહેરમાં સુરત બીજા ક્રમે, વડોદરા 8મા ક્રમે, અમદાવાદ 10 અને રાજકોટ 11મા ક્રમે આવ્યું છે.

ગાંધીનગરમાં કચરાના યોગ્ય નિકાલ માટે લેન્ડફીલ સાઈટ જ ન હોવાથી દર વખતે માર્ક્સ કપાય છે.

સ્થાપનાથી લઈને અત્યાર સુધી મપના હંગામી ધોરણે અપાયેલી જગ્યા પર જ કચરો ઠાલવે છે.

ગાંધીનગરને કઈ કેટેગરીમાં કેટલા માર્ક્સ મળ્યા

સ્વચ્છતાં સર્વેક્ષણમાં 2250 માર્ક્સ સિટિઝન વોઈસ, 3000 હજાર માર્ક્સ સર્વિસ લેવલ પ્રોગ્રેસ (કચરાનું એકત્રિકરણ, સેગ્રિગેશન, પ્રોસેસિંગ અને નિકાલ) તથા 2250 માર્ક્સ સર્ટીફિકેશનના નક્કી કરાયા હતા.

જેમાં ગાંધીનગરને સર્વિસ લેવલ પ્રોગ્રેસમાં 2200 માર્ક્સ, સિટિઝન વોઈસમાં 2076 માર્ક્સ, જ્યારે સર્ટીફિકેશનમાં માત્ર 1200 માર્ક્સ જ મળ્યા હતા.

ODF સિટી સર્ટિફિકેશન હેઠળ સર્વેક્ષણમાં નાગરિકો માટે શૌચાલયની સુલભતા અને ગંદાપાણીના વ્યવસ્થાપનના સંદર્ભમાં શહેરોનું મૂલ્યાંકન થાય છે.

જેમાં ગાંધીનગર શહેરને ખુલ્લામાં શૌચ મુક્ત (ODF) સિટી પ્રમાણપત્ર સાથે ODF ++ પ્રમાણપત્ર

સર્વેક્ષણમાં સતત આગળ આવતું શહેર પાછળ ધકેલાયું

1 લાખથી 10 લાખ સુધીની વસ્તી ધરાવતા શહેરો વચ્ચેની સ્પર્ધામાં વર્ષ 2018માં ગાંધીનગરનો નંબર 26મો અને વર્ષ 2019માં 22મો નંબર રહ્યો હતો.

2020માં શહેર આઠમા ક્રમે રહેલું શહેર 2021માં 6મા નંબરે વિજેતા બન્યું હતું.

સતત આગળ આવતું ગાંધીનગર આ વર્ષે સીધું 23મા નંબરે ફેંકાઈ ગયું હતું.

આપવામાં આવ્યું હતું. જેમાં શહેરમાં જાહેર શૌચાલયોની સ્વચ્છતાં બાબતે થોડો ઓછા માર્ક્સ મળ્યા હતા.

ગાર્બેજ ફ્રી સિટીમાં પણ કોઈ સુધારો નહીં

ગાર્બેજ ફ્રી સિટીમાં ગાંધીનગર થ્રી સ્ટાર જ મળ્યા હતા,

જ્યારે પ્રથમ નંબર આવેલા ઈન્દોરને 7 સ્ટાર મળેલા છે. એટલે કહીં શકાય કે ગાંધીનગરના પ્રથમ નંબર માટે હજુ કેટલી કામગીરીની જરૂરીયાત છે.

ગાર્બેજ ફ્રી સિટી (GFC) સ્ટાર રેટિંગ પ્રોટોકોલ હેઠળ સર્વેક્ષણમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ સંબંધિત મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.

જેમાં શહેરોને તેમના પ્રદર્શન મુજબ 7-સ્ટાર, 5-સ્ટાર, 3-સ્ટાર અથવા 1-સ્ટારનું રેટિંગ આપવામાં આવે છે.

ગાંધીનગરને GFC સ્ટાર રેટિંગ પ્રમાણપત્રમાં 3-સ્ટાર રેટિંગ મળ્યા હતા.

2 વર્ષથી ગાંધીનગરને 3-સ્ટાર જ મળે છે.

ગાર્બેજ ફ્રી સિટીમાં પણ કોઇ સુધારો કરવામાં આવ્યો નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp