ગાંધીનગર સિવિલમાં બનનારી સ્પેશ્યાલિટી હોસ્પિટલનું આજે રાષ્ટ્રપતિ ખાતમુહૂર્ત કરશે

પ્રતીકાત્મક તસવીર:ગાંધીનગર સિવિલમાં બનનારી સ્પેશ્યાલિટી હોસ્પિટલનું આજે રાષ્ટ્રપતિ ખાતમુહૂર્ત કરશે

ગાંધીનગર સિવિલમાં બનનારી સ્પેશ્યાલિટી હોસ્પિટલનું આજે રાષ્ટ્રપતિ ખાતમુહૂર્ત કરશે

પ્રતીકાત્મક તસવીર:ગાંધીનગર સિવિલમાં બનનારી સ્પેશ્યાલિટી હોસ્પિટલનું આજે રાષ્ટ્રપતિ ખાતમુહૂર્ત કરશે
પ્રતીકાત્મક તસવીર:ગાંધીનગર સિવિલમાં બનનારી સ્પેશ્યાલિટી હોસ્પિટલનું આજે રાષ્ટ્રપતિ ખાતમુહૂર્ત કરશે

 

ગાંધીનગર મેડિકલ કોલેજમાં 600 બેડની સુપર સ્પેશિયાલીટી હોસ્પિટલ, 2555 બેડનું ટ્રોમા સેન્ટર અને દર્દીઓના સગાઓ રાત્રી રોકાણ કરી શકે તે માટે 448 બેડનું રેનબસેરાનું નિર્માણ પાછળ રૂપિયા 373 કરોડનો ખર્ચ કરવામાં આવશે. આ ત્રણેય બિલ્ડીંગનું ખાતમુર્હુત રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુમના હસ્તે તારીખ 3જી, ઓક્ટોબરના રોજ કરવામાં આવશે.

ગાંધીનગર મેડિકલ કોલેજને ગત વર્ષ-2012માં શરૂ કરવામાં આવી હતી.

ત્યારબાદ એક દાયકા પછી ગાંધીનગર મેડિકલ કોલેજમાં પીજીના અભ્યાસ ક્રમ શરૂ થયા તેમજ દર્દીઓની સંખ્યામાં પણ વધારો થયો છે.

ત્યારે હવે દસ મંજિલા સુપર સ્પેશિયાલીટી હોસ્પિટલના બિલ્ડીંગના બેજમેન્ટમાં બે માળનું પાર્કિંગની સુવિધા ઉભી કરાશે.

તેમાં કાર્ડીઓલોજી વિભાગમાં કેથલેબ કે જેમાં એન્જીયોગ્રાફી અને એન્જીયોપ્લાસ્ટી જેવી હાર્ટ પ્રોસીજર્સ કરવામાં આવશે.

અદ્યતન મોડ્યુલર કાર્ડિયાક ઓપરેશન થીએટર અને આઇસીયુ જેમાં હૃદયને લગતી તમામ બિમારીઓનું નિદાન અને સારવાર પૂરી પાડવામાં આવશે.

કિડની સબંધિત બિમારી માટે નેફરોલોજી વોર્ડ, યુરોલોજી વોર્ડ અને હિમો ડાયાલીસીસ વોર્ડ બનાવવામાં આવશે.

તેમાં કિડનીને લગતી તમામ પ્રકારની બિમારીઓનું નિદાન તેમજ સારવાર પૂરી પાડવામાં આવશે.

ઉપરાંત બર્ન્સ વિભાગમાં પ્લાસ્ટિક રિકન્સ્ટ્રરક્ટિવ સર્જરી જેવી ઉચ્ચકક્ષાની સુવિધાઓ આપવામાં આવશે.

શ્વાસની બિમારીઓની ઘનિષ્ટ અને ઉચ્ચ પ્રકારની સારવાર અપાશે. જ્યારે ટ્રોમા સેન્ટરમાં 255 બેડની ક્ષમતાની સાથે સાથે એડવાન્સ સર્જીકલ ટેકનોલોજીથી સજ્જ બનાવવામાં આવશે.

જેમાં ઓર્થોપેડિકને લગતી સર્જરી માટે ઓપરેશન થીયેટર, સીટી એમઆરઆઇ, આઇસીયુ સહિતની સુવિધા ઉભી કરાશે.

જેમાં રેલ, યલો અને ગ્રીન ભાગ પાડીને કેવા પ્રકારની બિમારીવાળો દર્દી આવે છે.

તેના આધારે રેડ, યલો અને ગ્રીન ઝોનમાં મુકીને ડોક્ટરની ટીમ નિદાન અને સારવાર કરશે.

ઉપરાંત ડિઝાસ્ટરની સ્થિતિમાં દર્દીઓને ઉત્તમ અને ઝડપી નિદાન અને સારવાર આપવાની સુવિધાઓ ટ્રોમા સેન્ટરમાં ઉભી કરાશે.

જ્યારે હોસ્પિટલમાં ઇન્ડોર સારવાર માટે દાખલ કરેલા દર્દીઓના સગાઓને રાત્રી રોકાણ કરી શકે તે માટે રેનબસેરા ઉભું કરવામાં આવશે.

જેમાં એક સાથે 448 લોકો સૂઇ શકે તે માટે બેડની સાથે સાથે ભોજન કરી શકે તે માટે ડાયનીંગ ટેબલ, સ્નાન કરી શકે તે સહિતની પ્રાથમિક સુવિધાઓથી સજ્જ કરાશે.

ઇમરજન્સી વિભાગ નવી હોસ્પિટલ પાછળ લઇ ગયા

ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં નવા ત્રણ બિલ્ડીંગના ખાતમૂર્હુતમાં રાષ્ટ્રપતિ ઉપસ્થિત રહેવાના હોવાથી ઇમરજન્સી વિભાગને હોસ્પિટલના પાછળના ભાગમાં ખસેડવામાં આવ્યો છે.

નવી બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોરમાં ફિવર ઓપીડી વિભાગમાં ઇમરજન્સી વિભાગ ચલાવવામાં આવશે.

સિવિલ હોસ્પિટલના પટાંગણમાં નવીન ત્રણ બિલ્ડિંગોનું નિર્માણ કરવામાં આવનાર છે.

ત્રણ બિલ્ડીંગના ખાતમૂર્હુતના કાર્યક્રમમાં દેશના રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુમ ઉપસ્થિત રહેવાના છે.

આથી સિવિલ હોસ્પિટલના જૂની બિલ્ડીંગ તરફ જવાનો માર્ગ બંધ કરી દેવાશે.

સિવિલ હોસ્પિટલના સત્તાધીશો દ્વારા સિવિલ હોસ્પિટલની જૂના બિલ્ડીંગમાં કાર્યરત ઇમરજન્સી વિભાગે નવી હોસ્પિટલના ગ્રાઉન્ડ ફ્લોરમાં ચાલતી ફિવર ઓપીડી વિભાગમાં શિફ્ટ કરાયો છે.

જેના માટે હોસ્પિટલના ગેટમાં એમ્બ્યુલન્સને ફેરવીને ત્યાં લઇ જવાશે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp