ફટાકડાના વેપાર માટે પરવાનો મેળવવાનો રહેશે
શહેર વિસ્તારમાં હંગામી ધોરણે ફટાકડા લાયસન્સ માટે પ્રક્રિયા શરૂ થઈ છે.
અરજી ફોર્મ નંબર-4 11 બપોરે 2 વાગ્યા સુધીમાં કલેક્ટર કચેરી ખાતે જન સેવા કેન્દ્રમાં જમા કરવaાનું રહેશે.
નિવાસી અધિક કલેકટરે જણાવ્યું હતું કે, હંગામી પરવાનાની અરજી પર ૩ની કોર્ટ ફી સ્ટેમ્પ લગાડવાની રહેશે.
જેમાં નિયમ મુજબ સ્ક્રુટીની 300 તેમજ પ્રોસેસ ફી 500 મળી કુલ 800 જનસેવા કેન્દ્રમાંથી મંજૂર કરાવી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અથવા બેંક ઓફ બરોડામાં ચલણથી જમા કરાવવાની રેહશે.
જેની એક નકલ અરજી ફોર્મ સાથે બિડાણ કરવાની રહેશે.
લાયસન્સ ઘારકોએ માસ્ક પહેરવું ફરજિયાત છે.