બીલીમોરામાં દવાના પાર્સલ લેવા આવેલી વાનમાં આગ ભભૂકી

પ્રતીકાત્મક તસવીર:બીલીમોરામાં દવાના પાર્સલ લેવા આવેલી વાનમાં આગ ભભૂકી

બીલીમોરામાં દવાના પાર્સલ લેવા આવેલી વાનમાં આગ ભભૂકી

પ્રતીકાત્મક તસવીર:બીલીમોરામાં દવાના પાર્સલ લેવા આવેલી વાનમાં આગ ભભૂકી
પ્રતીકાત્મક તસવીર:બીલીમોરામાં દવાના પાર્સલ લેવા આવેલી વાનમાં આગ ભભૂકી

 

બીલીમોરા સ્ટેશન જવાહર માર્ગ પર ગાંધી સદન સામે અચાનક કાર સળગી ઉઠી હતાં.

જેમાં અનાવલમાં ક્રિષ્ણા મેડિકલ એજન્સી ચલાવતા મહાદેવભાઈ પાટીલની મારૂતિ વાન (નં. જીજે-5-એજી-5331)ના ચાલક સુનિલ નાયકા બીલીમોરામાં દવાના પાર્સલ લેવા માટે આવ્યા હતા.

જેઓ પાર્સલ લઈ પરત અનાવલ જઈ રહ્યાં હતા.

જ્યાં તેઓ સ્ટેશન જવાહર માર્ગ પર ગાંધી સદન સામે પહોંચતા તેમને કારમાંથી ધુમાડો નીકળતો દેખાતા ચાલક સુનિલભાઈ અને તેમના સાથે આવેલ એક મહિલા તુરંત કારમાંથી નીચે ઉતરી ગયા હતા

અને કારમાંથી દવાના બોક્સ પણ આસપાસના લોકો સાથે મળી ઉતારી લીધા હતા.

કારમાંથી ધુમાડો નીકળતો જ રહ્યો હતો.

જ્યા આસપાસના લોકો તુરંત દોડી આવ્યા હતા. જેમણે ગાડી પર પાણીનો મારો ચલાવ્યો હતો

પરંતુ ધુમાડો નીકળવાનો ચાલુ જ રહ્યો હતો.

જ્યાં નજીકની એક દુકાનમાંથી એક ભાઈ ફાયર એક્સટીગ્યુશર લાવી તેનો મારો ચલાવતા ધુમાડો થોડો ઓછો થયો હતો.

જ્યાં ફાયર ફાયટર પણ આવી જતા પાણીનો મારો ચલાવતા આગ કાબૂમાં આવી હતી.

સીએનજી ગાડી હોવાથી આગ અટકી ન હોત તો કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ હોત.

જોકે સમય રહેતા આગ કાબુમાં આવતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp