પગ લપસી જતાં માત ખાધેલી ઓલિમ્પિયન પ્રણતી નાયકે બીજા દિવસે બે ગોલ્ડ જીતી આગલા દિવસનું સાટું વાળ્યું

નેશનલ ગેમ્સમાં સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે સવારે મહિલા આર્ટિસ્ટીક જીમ્નાસ્ટીક અન ઈવન બારની અંતિમ સ્પર્ધા યોજાઈ હતી.
જેમાં પશ્ચિમ બંગાળની ખેલાડીઓ ફરી એકવાર શ્રેષ્ઠતા પુરવાર કરતા સુવર્ણ અને રજત ચંદ્રકો પોતાના રાજ્યના નામે કર્યા હતા.
જો કે પશ્ચિમ બંગાળની ટીમની પ્રણતી નાયક જે ગઈકાલે મહિલા આર્ટિસ્ટીક જીમ્નાસ્ટીકમાં સુવર્ણના મુકાબલામાં પાછળ રહી ગઈ હતી,
તેણે આજે એ જ હરીફ પ્રણતી દાસને મહિલા આર્ટિસ્ટિક જીમ્નાસ્ટીકના અન ઈવન બાર્સમાં પાછળ રાખીને સુવર્ણ જીત્યો હતો.
તેનો સ્કોર 11.800નો રહ્યો હતો. આમ, આજે જાણે કે તેણે હરીફ સાથે સાટું વાળ્યું હતું.
પ્રણતી દાસે 10.200ના સ્કોરથી રજત જીત્યો હતો અને દિલ્હીની મલ્લિકા કુલશ્રેષ્ઠ 9.667ના સ્કોર સાથે કાંસ્ય પદક વિજેતા બની હતી.
પશ્ચિમ બંગાળની જિમ્નાસ્ટે પહેલો સુવર્ણ જીત્યા બાદ તેણીની વધુ એક ઉમેરો કર્યો અને દિવસના અંતે ગોલ્ડ મેડલ ફ્લોર કવાયતમાં જીત્યો હતો.
તેણીએ જણાવ્યું હતું કે “હા, આ જ ઉપકરણ (અસમાન પટ્ટી) પર ગઈકાલે પગ લપસી જતાં હું ઘાયલ થઇ હતી અને ગોલ્ડ માટે મારો ટ્રેક ગુમાવ્યો હતો. પરંતુ આજે એવું થયું ન હતું.
જેથી બે ગોલ્ડ જીતવાની તક મળી હતી.
તેણી 29 ઓક્ટોબરે લિવરપૂલ, ઇંગ્લેન્ડમાં યોજાનારી વર્લ્ડ ચેમ્પિયનશીપ પહેલા શિબિરમાંથી નીકળી રહી છે,
ત્યારે તેણીએ ઉમેર્યું હતું કે, આ મેડલ ખૂબ જ વિશિષ્ટ છે અને તેણીના શોકેસમાં નોંધપાત્ર સ્થાન મેળવશે.
5 ગોલ્ડ મેડલનો લક્ષ્યાંક હતો
સર્વિસીસ બોર્ડ કંટ્રોલ બોર્ડના ગૌરવ કુમારે તેનો ત્રીજો ગોલ્ડ મેળવ્યો હતો,
અને સાંજે હોરીઝોન્ટલ બારમાં તેણે બ્રોન્ઝ મેડલ મળ્યો હતો.
તેણે જણાવ્યું હતું કે, હું પાંચ ગોલ્ડ જીતવા માંગતો હતો,
પરંતુ તે કરી શક્યો નહીં. હું ખુશ છું કે મેં ત્રણ જીત્યા છે અને ક્યારેય ચૂક્યો નથી. પાંચેય ઈવેન્ટ્સમાં મેં ભાગ લીધો હતો.’ તેમ ગૌરવ કુમારે કહ્યું હતું.
સિદ્ધાર્થ વર્માએ પોમેલ હોર્સમાં ગોલ્ડ જીત્યો હતો
જ્યારે હરિકૃષ્ણન જેએસ કેરળ અને એસએસસીબીના અભિજીત કુમારે અનુક્રમે સિલ્વર અને બ્રોન્ઝ જીત્યો હતો.