10 કરોડથી વધુ ટર્ન ઓવર હોય તો ઈ-વે બિલ બનાવવું ફરજિયાત
જીએસટી વિભાગે 10 કરોડથી વધુ ટર્નઓવર ધરાવતા વેપારીઓ માટે ઈ-વે બિલ બનાવવું ફરજિયાત કર્યું છે.
વેપારીઓએ 1 ઓક્ટોબરથી ફરજિયાત ઈ-ઈનવોઈસ બનાવવું પડશે. આ માટે તેમણે ચલણ તેમજ એકાઉન્ટના સોફટવેરમાં જરૂરી સુધારા અથવા અપડેટ કરવા પડશે.
આ પ્રકારે ઈનવોઈસ ન બનાવનારા વેપારીને 50 હજાર દંડ થઈ શકે
1 ઓકટોબરથી રૂ. 10 કરોડથી વધારે વાર્ષિક વેચાણ ધરાવતા હોય તેવા વેપારીઓને ઈ-ઈનવોઈસ બનાવવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે.
વેપારીઓએ પોતાના નાણાકીય સોફ્ટવેરમાં અને માલની લેવડ દેવડમાં જરૂરી ફેરફાર કરવા પડશે.
જરૂરી માર્ગદર્શિકા ડિપાર્ટમેન્ટે જાહેર ન કરાતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે.
જો વેપારીઓ પ્રાઈવેટ સોફટવેર કંપનીઓની મદદ લે તો કંપનીઓ બિલ દીઠ રૂ.2થી 10નો ચાર્જ લે છે.
વેપારીઓની દોડધામ વધી
આમ કરદાતાએ રૂ. 15થી 50 હજારનો ખર્ચ કરવો પડશે.
એક તરફ ઈન્કમટેકસની રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તા. 30 સપ્ટેમ્બર છે, જ્યારે બીજી તરફ કરદાતાને જીએસટીના નવા કાયદાને લઇને જરૂરી સુધારા સોફટવેરમાં કરવા પડશે.
જો વેપારીઓ જરૂરી ઇ- ઇનવોઇસ ના બનાવે તો વેપારી પાસેથી ખરીદ કરનાર વેપારીઓને જરૂરી આઇટીસીની ક્રેડિટ નહીં મળે.
વેપારીઓને રૂ. 50 હજાર સુધી દંડની જોગવાઈનો પણ સામનો કરવો પડે છે.
આમ વેપારીઓની દોડધામ વધી ગઈ છે.