રણુ તુલજા ભવાની મંદિરે ઘટ સ્થાપન સહિતના કાર્યક્રમો
પાદરાના રણુ ગામે આવેલ મા તુલજા ભવાની માતાજીના મંદિર એ પ્રથમ નોરતે માં તુલજાના શરણે શીશ ઝુકાવવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર હતું.
વહેલી સવારથી જ માં તુલજાના ચરણોમાં શીશ નમાવવા ભક્તો પહોંચતા સમગ્ર રણુ પંથકમાં વહેલી સવારથી જ શક્તિમય બની ગયું હતું.
મા તુલજા ભવાનીના જયઘોષથી સમગ્ર મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું.
પાદરાના રણુ ગામે આવેલ મા તુલજા ભવાની માતાજીનું મંદિર શક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ ગણાતું તુલજા માતાનું ધામ વડોદરા જિલ્લા સહિત ગુજરાત રાજ્યમાં વિખ્યાત છે.
રણુ ગામે દર્શન કરવા માટે દૂર દૂરથી સેકડોની સંખ્યામાં ભક્તો મા તુલજાના દર્શનાર્થે આવતા હોય છે.
સેકડો ભક્તો મા તુલજાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
રણુ તુલજા ભવાની માતાજીના મંદિરે નવરાત્રિના શુભારંભની સાથે વહેલી સવારે ઘટ સ્થાપના સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે નવરાત્રીનો પ્રારંભ પાદરાના વિદ્વાન બ્રાહ્મણ મુન્ના મહારાજ તેમજ મહંત કવિન્દ્રગિરિજી દ્વારા કરવામાં આવ્યો હતો.
દરમિયાન યુએસએથી આવેલ માતાના ભક્ત કરિશ્માબેન ઠક્કર, સપનાબેન ઠક્કર અને કાશ્મીરાબેન શેઠ તેમજ પાદરાના દાનવીર શેઠ સ્વ. નંદલાલ શ્રોફ પરિવારના મુકેશભઇ ઠક્કર શ્રોફ હાજર રહી માતાજીની જવારા સ્થાપનામાં પૂજાનો લાભ લીધો હતો.
વહેલી સવારના આસો નવરાત્રીના પ્રથમ નોરતાના રોજ સાંકડો માય ભક્તો પગપાળા ચાલી દર્શને પહોંચ્યા હતા.
તથા માઈ ભકત ગીરીશભાઈ પાટડિયા તરફથી માતાજીના ધજારોહણ વિધિ યોજાઈ હતી.