ગાંધીનગરમાં મંત્રી અને મેયરને ચાલતાં આવવું પડ્યું

શહેરના સેક્ટર 6 ખાતે થનગનાટ દ્વારા ગરબાનુ આયોજન કરાયુ છે.
ત્યારે ગત ત્રીજા નોરતે ગ્રાઉન્ડમાં અસંખ્ય ભીડ થઇ ગઇ હતી.
ગરબા ગ્રાઉન્ડ અને દરવાજા બહાર લોકોની ભીડ થઇ ગઇ હતી.
જેના કારણે થોડા સમય માટે એન્ટ્રી પણ બંધ કરવામાં આવી હતી.
આ સ્થિતિમાં રાજ્યના કેબીનેટ મંત્રી અને શહેરના મેયરને ભીડનો સામનો કરવો પડતા 200 મીટર જેટલુ ચાલતા આવવુ પડ્યુ હતુ.
ભીડના કારણે લોકોનો રોષ પણ જોવા મળતો હતો.
ગ્રાઉન્ડમાં અસંખ્ય ભીડ થઇ ગઇ
નવલી નવરાત મધ્યાંતરે પહોંચી છે.
યુવાધન હિલોળે ચડી રહ્યુ છે.
દિવસ જાય તેમ ગરબા પ્રેમીઓમા ઉત્સાહ વધતો જાય છે.
ત્યારે થનગનાટના ગરબા ગ્રાઉન્ડમાં ત્રીજા નોરતે ગાયક કલાકાર તરીકે કાજલ મહેરીયાને બોલાવવામાં આવી હતી.
જ્યારે આરતી કરવા માટે રાજ્યના કેબિનેટ પ્રધાન અર્જુનસિંહ ચૌહાણ અને ગાંધીનગર મેયર હિતેશ મકવાણા આવ્યા હતા.
મંત્રીને 200 મીટર દુર કાર મુકીવી પડી
પરંતુ અવ્યવસ્થાના કારણે મંત્રીને 200 મીટર દુર કાર મુકીને ભીડ ચીરીને ચાલતા આવવુ પડ્યુ હતુ.
તે ઉપરાંત સર્વિસ રોડ ઉપર વાહનોની અવર જવર જોવા મળી હતી.
જેના કારણે ગરબા જોવા આવનાર લોકોને વાહન ચાલકો સાથે ઘર્ષણના બનાવ પણ સામે આવ્યા હતા.
જેને લઇને ગરબા જોવા આવનાર ગરબા પ્રેમીઓમાં કચવાટ જોવા મળતો હતો.