ગરબાડાના આંબલી ખજૂરિયામાં પરિણીતાએ ઘરમાં જ ઓઢણી વડે ફાંસો ખાઈ આત્મહત્યા કરી

પ્રતીકાત્મક તસવીર:ગરબાડાના આંબલી ખજૂરિયામાં પરિણીતાએ ઘરમાં જ ઓઢણી વડે ફાંસો ખાઈ આત્મહત્યા કરી

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના આંબલી ખજુરીયા ગામે એક 20 વર્ષીય પરિણીતાએ અગમ્ય કારણોસર પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.

જેથી ચકચાર મચી ગઈ છે.

પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

પરિવારજનોમાં આક્રંદ છવાયો

ગત તા.29મી સપ્ટેમ્બરના રોજ આંબલી ખજુરીયા ગામે વેડ ફળિયામાં રહેતાં રમીલાબેન નીલેશભાઈ ભાભોરે કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરમાં આવેલા રૂમમાં લાકડાના સરા સાથે ઓઢણી બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાને પગલે પરિવારજનોમાં આક્રંદ છવાઈ ગયો હતો.

મૃતકના પતિએ જ ફરિયાદ દાખલ કરી​​​​​​​

ઘટનાની જાણ સ્થાનીક પોલીસને કરવામાં આવતાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો

અને મૃતક પરણિતાના મૃતદેહને નીચે ઉતારી નજીકના દવાખાને પીએમ અર્થે મોકલી આપવામાં આવ્યાં હતાં.

આ સંબંધે મૃતક પરણિતાના પતિ નીલેશભાઈ જાલુભાઈ ભાભોરે જેસાવાડા પોલીસ મથકે જાણ કરતાં પોલીસે અકસ્માત મોતના ગુનાના કાગળો કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp