દહેગામનાં સાંપા ગામના શેરી ગરબામાં ભાતીગળ સ્ટાઈલમાં ગ્રામજનોએ ધૂમ મચાવી

પ્રતીકાત્મક તસવીર:દહેગામનાં સાંપા ગામના શેરી ગરબામાં ભાતીગળ સ્ટાઈલમાં ગ્રામજનોએ ધૂમ મચાવી

દહેગામનાં સાંપા ગામના શેરી ગરબામાં ભાતીગળ સ્ટાઈલમાં ગ્રામજનોએ ધૂમ મચાવી

પ્રતીકાત્મક તસવીર:દહેગામનાં સાંપા ગામના શેરી ગરબામાં ભાતીગળ સ્ટાઈલમાં ગ્રામજનોએ ધૂમ મચાવી
પ્રતીકાત્મક તસવીર:દહેગામનાં સાંપા ગામના શેરી ગરબામાં ભાતીગળ સ્ટાઈલમાં ગ્રામજનોએ ધૂમ મચાવી

 

ગરબો સર્વાંશે ધર્મનું પ્રતિક છે. ગરબા સાથે શક્તિની પૂજા, શક્તિનું મહાત્મ્ય જોડાયેલું છે.

ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ પરંપરાગત રીતે શેરીઓ નવલી નવરાત્રીમાં ગરબાની રૂમઝૂમ રમઝટનાં ગુંજનથી મહેંકી ઉઠે છે.

ગાંધીનગરના ગામોમાં શેરી ગરબાની પ્રાચીન પરંપરા અને સંસ્કૃતિ સચવાયેલી છે.

જિલ્લામાં ઠેર ઠેર ગરબાની રમઝટ જામી છે.બે વર્ષે કોમર્શિયલ અને પાર્ટી પ્લોટના ગરબા ઉપર સરકારી પાબંદી હટતા જાહેર ગરબા ગગન ગજવી રહ્યા છે

ત્યારે શેરી ગરબાની જમાવટ માટે પણ ગ્રામ્ય વિસ્તારોમાં ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ત્યારે દહેગામ તાલુકાના સાંપા ગામમાં ચોથા નોરતે દેશી સ્ટાઈલમાં અર્વાચીન ગરબાના તાલે ગ્રામજનોએ ગરબાની રમઝટ બોલાવી ધૂમ મચાવી હતી.

દહેગામ તાલુકાના સાંપા ગામમાં શેરી ગરબા મહોત્સવનું આયોજન કરાયું છે.

અહીં “ગામડાની નાર નવેલી ગરબા ઘેલી, રુમઝુમ રમતી ગરબે ઘુમતી” પ્રાચીન ગરબાની પણ ધૂમ જોવા મળી રહી છે.

યુવાનો પણ આ ગરબાના તાલે તાલ મિલાવી ઝૂમતા જોવાઇ રહ્યા છે.

બે વર્ષ બાદ હર્ષોલ્લાસ સાથે ઉજવાતો આ તહેવારને લઈ વડીલો ખુશ છે.

દીકરા દીકરીઓ અને પૌત્ર પૌત્રીઓ ઘર આંગણે નજર સામે જ ગરબા રમતા જોઈ વડીલોનું હૈયું હરખાય છે.

નવલા નોરતાંની ઉત્સાહભેર શરૂઆત થઇ છે. નવરાત્રિમાં અવનવા ડેકોરેશન, મ્યુઝિક સિસ્ટમ અને થીમ સાથે ગરબા રમતા હોય છે.

આ વર્ષે રંગેચંગે નવરાત્રિની ઉજવણી થઇ રહી છે

ત્યારે શહેરની વિવિધ સોસાયટીમાં ઠેર ઠેર નવરાત્રિ મહોત્સવનું આયોજન થયું છે.

ત્યારે ગામડાઓમાંથી પણ અનેરો માહોલ જોવા મળી રહ્યો છે.

આધુનિક યુગના આજે પણ ગામડાની નવરાત્રિમાં ભક્તિ અને આસ્થા જળવાઈ રહી છે.

એજ રીતે દહેગામનાં સાંપા ગામમાં પરંપરાગત રીતે ગરબાની રમઝટ જામતી હોય છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp