કડાણા તાલુકામાં આવેલ કડાણા ડાબા કાંઠા સિંચાઈ કેનાલના રીપેરીંગ ના નામે ગેરરીતિ આચરાઈ રહી હોવાના આક્ષેપ
કડાણા તાલુકામાં આવેલ કડાણા ડાબા કાંઠા સિંચાઈ કેનાલના રીપેરીંગ ના નામે વર્ષોથી આચારવામાં આવતી ગેરરીતી
અંગેની હકીકતો વારંવાર કેનાલમાં પડતા ગાબડા પુરવાર કરે છે
પરંતુ જ્યાં વાડજ ચીભડા ગળી જાય તેવો તાલ અહીં જોવા મળી રહ્યો છે
કેમકે ખુદ સિંચાઈ ખાતા ના અધિકારીઓની નજર સામે હલકી ગુણવત્તા નો માલ સામાન વાપરી કોન્ટ્રાક્ટર દ્વારા તાલુકાના મઠ ડોડીયા ખાતે કેનાલ રીપેરીંગ કામગીરીમાં ઘેર રેતી આચરવામાં આવી રહી છે
છતાંય અધિકારીઓ દ્વારા આવા કામને વેગ આપી ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો હોવાનું ખુલ્લેઆમ ચર્ચા રહ્યું છે
મહીસાગર જિલ્લાના કડાણા ડેમમાંથી નીકળતી કડાણા ડાબા કાંઠા મુખ્ય કેનાલ મારફતે તાલુકા અને જિલ્લાની 11059 હેક્ટર જમીનને સિંચાઈ નો લાભ આપવામાં આવે છે
જેને કારણે ખેડૂતો માટે આ કેનાલ આશીર્વાદરૂપ છે
પરંતુ સાથે સાથે કોન્ટ્રાક્ટર અને સિંચાઈ વિભાગના અધિકારીઓ માટે પણ હા કેનાલ કમાણીનું ઉત્તમ સાધન બની ગઈ હોય તેમ લાગી રહ્યું છે
અને અવારનવાર માત્ર કેનાલ રીપેરીંગ ના લાખો નો ખર્ચ કરવામાં આવે છે
અને મરમંત નાના મેહલકી અને ગુણવત્તા વગરની કામગીરી થોડા દિવસોમાં પૂર્ણ કરી અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર દ્વારા ભ્રષ્ટાચાર આંચરી લાખોની કમાણી કરવામાં આવતી હોય
તેવું જોવા અને સાંભળવા મળી રહે છે
કેનાલમાં મઠ ડોડીયા ખાતે ચાલતી કામગીરીમાં જે સામગ્રી કોન્ટ્રાક્ટર દ્વારા વાપરવામાં આવી રહી છે
તે તદ્દન હલકી કક્ષાની અને ગુણવત્તા વગરની ને કામગીરી પ્લાન એસ્ટીમેન્ટ મુજબની નહીં કરાવતી હોવાનું જોવા મળી રહ્યું છે
આ કામગીરીમાં જે રેતી નો આરસીસી માટે વાપરવામાં આવી રહી છે
તે રેતીમાં માટીનું પ્રમાણ પણ વધુ સ્પષ્ટ જોવા મળી રહ્યું છે
તેમજ ગુણવત્તા અને માપદંડ વગરની કામગીરી હોલ ચાલવા છતાં અધિકારીઓ દ્વારા કોઈ રોકટોક કરવામાં આવતી નથી નવાઈની વાત એ છે
કે કડા ના ડાબા કાંઠા મુખ્ય અને પેટા કેનાલમાં દર વર્ષે મુખ્ય અને માઇનોર કેનાલની મરમંત કામગીરી કરવામાં આવે છે
તેમ છતાં એ કેનાલમાં અવારનવાર ગાબડા પડે
તો એનો મતલબ અધિકારીઓ અને ઠેકેદારોની મેલી ભગતને કારણે મરમંતને કામગીરી થાય છે
અને માત્ર પોતાના ખિસ્સા ભરવા માટે રીપેરીંગ ના નામે લાખો રૂપિયાનો ખર્ચ સરકારી તિજોરી ઉપર નાખવામાં આવે છે
ત્યારે કડાના ડાબા કાંઠા કેનાલ રીપેરીંગ ના નામે દર વર્ષે કેટલા રૂપિયાનો ખર્ચ મરામત ના નામે કરવામાં આવી રહ્યો છે
તેનો ઉચ્ચ સ્તરી અને ક્વોલિટી કંટ્રોલ દ્વારા સ્પેશ્યલ ટીમ નિમિને તપાસ કરવાની માગ કરેલ છે
હાલમાં ચાલતી કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવે તો રીપેરીંગ ના નામે માત્ર ગેરવતી આંચરી લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર દ્વારા આચરવામાં આવે
તે વાત હાલમાં કડાણા તાલુકાની મઠ ડોડીયા કેનાલ ચાલતી કામગીરીમાં તપાસ દરમિયાન સામે આવે તેવી હકીકતો સ્પષ્ટ જોવા મળે તેમ છે
કે નાલ રીપેરીંગની કરાતી આ કામગીરી વ્યવસ્થિત ધોરણે નહીં થતી હોય
આ કેનાલમાં પાણી છોડવામાં આવશે ત્યારે આ કામગીરી કેટલી ટક્ષ છે તે એક સવાલ ઉભો થયેલ છે
રાજ્ય સરકાર અને સિંચાઈ વિભાગ દ્વારા ખેડૂતોના હિતમાં આવી કામગીરી પ્લાન એસ્ટીમેન્ટ મુજબની થાય ને માલસામાન ગુણવત્તા યુક્ત વપરાય તે પ્રત્યે ધ્યાન આપશે ખરા