કોલવડામાં રિક્ષાની ટક્કરથી સાઇકલ સવાર કિશોરનુ મોત
કોલવડામા રહેતા શ્રમજીવી પરિવારનો 12 વર્ષિય દિકરો સાઇકલ લઇને કુલરતી હાજતે જવા નિકળ્યો હતો.
તે સમયે એક રિક્ષાચાલકે કિશોરની સાઇકલને ટક્કર મારી હતી. જેમા કિશોરનુ મોત થયુ હતુ.
આ બનાવને લઇને પેથાપુર પોલીસ મથકમા રિક્ષાચાલક સામે ફરિયાદ કરાતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
કોલવડા ગામમા રહેતો 12 વર્ષિય કિશોર અવિનાશ નટવરભાઇ દંતાણી સવારના 9 વાગ્યાના અરસામા સાઇકલ લઇને આયુર્વેદિક કોલેજ તરફ કુદરતી હાજતે જવા નીકળ્યો હતો.
તે સમયે હનુમાનજી મંદિર પાસેના રોડ ઉપર સામેથી રિક્ષા લઇને ચાલક વિક્રમ ઉદાજી ઠાકોર આવી રહ્યો હતો.
જેને રિક્ષાને બેદરકારી ભરી રીતે ચલાવતા અવિનાશની સાઇકલને ટક્કર મારી હતી.
જેથી અવિનાશ રોડ ઉપર પટકાતા માથાના ભાગે ઇજાઓ થઇ હતી.
જેથી તાત્કાલિક ગાંધીનગર સિવિલમા સારવાર અર્થે લઇ જવાયો હતો.
જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા પરિવારના માથે આભ ફાટી ગયુ હતું.
ઉલ્લેખનિય છેકે, અવિનાશ તેની બે બહેનો સાથે રહેતો હતો, જ્યારે તેના પિતાનુ વર્ષ 2017મા અવસાન થયુ હતુ.