લાલ-લીલી ચણિયાચોળી ને સફેદ કેડિયા-આંટિયાળી પાઘડીમાં ‘કિયા તે ગામના ગોરી રાજ…’ના તાલે રાસની રમઝટ

પ્રતીકાત્મક તસવીર:લાલ-લીલી ચણિયાચોળી ને સફેદ કેડિયા-આંટિયાળી પાઘડીમાં 'કિયા તે ગામના ગોરી રાજ...'ના તાલે રાસની રમઝટ

લાલ-લીલી ચણિયાચોળી ને સફેદ કેડિયા-આંટિયાળી પાઘડીમાં ‘કિયા તે ગામના ગોરી રાજ…’ના તાલે રાસની રમઝટ

પ્રતીકાત્મક તસવીર:લાલ-લીલી ચણિયાચોળી ને સફેદ કેડિયા-આંટિયાળી પાઘડીમાં 'કિયા તે ગામના ગોરી રાજ...'ના તાલે રાસની રમઝટ
પ્રતીકાત્મક તસવીર:લાલ-લીલી ચણિયાચોળી ને સફેદ કેડિયા-આંટિયાળી પાઘડીમાં ‘કિયા તે ગામના ગોરી રાજ…’ના તાલે રાસની રમઝટ

 

ગાંધીનગર કલ્ચરલ ફોરમ દ્વારા 25માં વર્ષે ભવ્યાતિભવ્ય નવરાત્રિ ગરબા મહોત્સવનું સેક્ટર-11 LIC ઑફિસ સામે આવેલા GCF ગ્રાઉન્ડમાં આયોજન કરવામાં આવ્યું છે.

10 હજાર જેટલા ખેલૈયાઓ એકસાથે મન મૂકીને ગરબાના તાલે ઝુમી શકે એ માટે 6040x 574 એટલે કે 3 લાખ 72 હજાર ચોરસ ફૂટમાં ભાતીગળ ગામડાની થીમ ઉપર ડસ્ટ ફ્રી વિશાળ ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવ્યું છે.

ચાકડા, માટલા, ગરબા રાખી ગામડાંનો માહોલ ઉભો કર્યો

કોરોના કાળના બે વર્ષ પછી ગાંધીનગર કલ્ચરલ ફોરમ દ્વારા નવા ઉમંગ-ઉત્સાહ સાથે આદ્યશક્તિના મહાપર્વ નવરાત્રિ મહોત્સવનું પરંપરાગત ભાતીગળ સાંસ્કૃતિક રીતે ઉજવવામાં આવી રહ્યું છે.

જે માટે આબેહૂબ ગામડાનું નિર્માણ કરાયું છે. અહીં ચાકડા, માટલા, ગરબા સહિતની ચીજો રાખીને ગામડાંનો માહોલ ઉભો કરાયો છે.

ખેલૈયા મોકળાશથી પરંપરાગત રીતે ગરબે રમી શકે એ માટે 3 લાખ ચો.ફૂટનું વિશાળ મેદાન સજાવાયું છે.

મા જગદંબાની 12 ફૂટ ઊંચી પ્રતિમાનું સ્થાપન

કલ્ચરલ ફોરમના ગરબાના પ્રવેશ દ્વારમાં ગરબા અને ચાકડાથી ગામડી સજાવટ કરવામાં આવી છે.

મુખ્ય મંચ પર મા જગદમ્બાની 12 ફૂટ ઊંચી પ્રતિમાનું સ્થાપન કરાયુ છે.

સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવવા વિશેષ પ્રયત્નો હાથ ધરાયા છે.

નવરાત્રિના લોક મહોત્સવને નાગરિકો પરિવાર સાથે મનભરીને માણી શકે તે માટે વિવિધ વાનગીઓના 26 જેટલા ફૂડ સ્ટોલ્સ ઉભા કરાયા છે.

ઉપરાંત આ વખતે બેનરોની જગ્યાએ LED ડિસ્પ્લે મૂકવામાં આવી છે.

જ્યારે 70 CCTV કેમેરાથી સમગ્ર ગ્રાઉન્ડ પર બાજ નજર રાખવામાં આવી રહી છે.

ટ્રેડિશનલ ડ્રેસમાં આવેલા પ્રથમ 300 ખેલૈયાને ફ્રી એન્ટ્રી

ગરબાના આ આયોજન માટે સુરક્ષા વ્યવસ્થા પણ ચૂસ્ત રાખવામાં આવી છે,

ત્રણસોથી વધુ સ્વયં સેવકો ઉપરાંત પોલીસ બંદોબસ્તમાં ખડેપગે રહે છે.

સૌથી મહત્ત્વની વાત છે કે, કલ્ચરલ ફોરમના ગરબામાં સાંજે સાતથી આઠ વાગ્યા આ સુધી ટ્રેડિશનલમાં આવનારા 300 ખેલૈયાઓને ફ્રી એન્ટ્રી આપવામાં આવે છે.

જ્યારે આઠમના દિવસે 30 હજારથી વધુ દીવડાંની મહા આરતી પણ કરવામાં આવશે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp