વડોદરામાં ઝડપાયેલ બે શખ્સ પત્નીને ત્રાસ, મુંબઇમાં ચેઇન સ્નેચિંગ તેમજ સુરતમાં વાહનચોરીના પણ આરોપી
શહેરના વાઘોડિયા રોડ અને સમા વિસ્તારમાંથી મહિલાઓના ગળામાંથી સોનાની ચેઇનની ચીલઝડપ કરનારા બે શખ્સોને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધા છે.
વડોદરા શહેરના વાઘોડિયા રોડ ખાતે સવિતા હોસ્પિટલ પાસે ગત 22 સપ્ટેમ્બરના રોજ એક મહિલાના ગળામાંથી સોનાની ચેઇન તોડી ભાગી ગયો હતો.
આવી જ ઘટના બે દિવસ અગાઉ સમા વિસ્તારમાં બની હતી
જેમાં પુત્રીને શાળાએથી ગઇ જતી મહિલાને ગળામાંથી એક શખ્સ સોનાની ચેઇન તોડી કારમાં ફરાર થઇ ગયો હતો.
કારમાં બેસી ફરાર થઇ જતાં
આ બંને કેસમાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી હતી.
જેમાં જાણવા મળ્યું હતું કે બંને કેસમાં આરોપી સોનાની ચેઇન તોડી કારમાં બેસી ફરાર થઇ ગયા હતા.
બંને કેસમાં આઇ10 કાર પણ એક જ વપરાઇ હતી.
જેથી પોલીસે બાતમીના આધારે કારેલીબાગ બહુચરાજી રોડ પરથી તે કારમાં અને તેમાં બેઠેલા બે શખ્સ રૂતુલ અમૃતલાલ પંચાલ (આત્મીય હાઇટ્સ, માણેજા ક્રોસિંગ પાસે, વડોદરા) અને દુર્ગેશ ઉર્ફે રેહાન રાજમલ યાદવ (રહે. વૃંદાવન સ્ટેટ, પશાભાઇ પાર્ક, વડોદરા. મૂળ રહે. રાજસમંદ, રાજસ્થાન)ને ઝડપી લીધા હતાં.
અમદાવાદ, મુંબઇ અને સુરતમાં પણ ગુના
વડોદરા ક્રાઇમ બ્રાન્ચે બંને પાસેથી મહિલાઓના ગળામાંથી આંચકી લીધેલ બે સોનાની ચેઇન જ્વેલર્સ પાસે વેચી લીધેલી રોકડ, કાર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
તેમજ જ્વેલર્સ પાસેથી સોનાની ચેઇન હસ્તગત કરી છે.
આરોપી રૂતુલ પંચાલે કબૂલાત કરી છે કે મુંબઇના ઠાણેમાં ચેઇન સ્નેચિંગના તેની સામે ત્રણ ગુના નોંધાયેલા છે.
તેમજ અમદાવાદના કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં તેની સામે પત્નીને ત્રાસ તેમજ દહેજ માંગ્યાની ફરિયાદ નોંધાયેલી છે.
જ્યારે આરોપી દુર્ગેશ સામે વર્ષ 2020માં સુરત શહેરમાં પાંચ ટુ-વ્હિલરની ચોરીનો ગુનો નોંધાયેલો છે.