ચૂંટણી પૂરી થાય ત્યાં સુધી મોદી સરકાર અડધા ગુજરાતને મફતમાં અનાજ આપશે

પ્રતીકાત્મક તસવીર:ચૂંટણી પૂરી થાય ત્યાં સુધી મોદી સરકાર અડધા ગુજરાતને મફતમાં અનાજ આપશે

ચૂંટણી પૂરી થાય ત્યાં સુધી મોદી સરકાર અડધા ગુજરાતને મફતમાં અનાજ આપશે

પ્રતીકાત્મક તસવીર:ચૂંટણી પૂરી થાય ત્યાં સુધી મોદી સરકાર અડધા ગુજરાતને મફતમાં અનાજ આપશે
પ્રતીકાત્મક તસવીર:ચૂંટણી પૂરી થાય ત્યાં સુધી મોદી સરકાર અડધા ગુજરાતને મફતમાં અનાજ આપશે

 

કેન્દ્ર સરકારની કેબિનેટ બેઠકમાં રેશનકાર્ડ ધારકોને મફત અનાજ આપવાની યોજના વધુ 3 મહિના લંબાવવાની જાહેરાત કરી છે.

ડિસેમ્બર મહિનાના અંત સુધી આ અનાજ આપવામાં આવશે અને ત્યાં સુધીમાં ગુજરાત અને હિમાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણીઓ પૂરી થઈ જશે.

બંને રાજ્યોની ચૂંટણી પહેલાં મોદી સરકારે આ નિર્ણય લીધો છે.

ગુજરાતના અંદાજે 3.48 કરોડ લોકોને આ યોજના હેઠળ મફત અનાજ મળશે.

સરકાર આ મુદ્દાને પોતાનો ચૂંટણી પ્રચારનો મુદ્દો બનાવશે.

મફત અનાજ આપવાની કેન્દ્ર સરકારની યોજના 30 સપ્ટેમ્બરે પૂર્ણ થવાની હતી પરંતુ ચૂંટણીઓને જોતા યોજના લંબાવી દેવાઈ છે.

કેન્દ્ર સરકારે મૂળભૂત રીતે આ યોજના કોવિડ અને લોકડાઉન દરમિયાન ગરીબ વર્ગના લોકોને ધ્યાનમાં રાખીને શરૂ કરી હતી.

એક અંદાજ મુજબ ગુજરાતની અડધાથી પણ વધુ વસતીને આ યોજના હેઠળ આવરી લેવાઈ છે.

રેશનકાર્ડ ધારક કેન્દ્ર સરકાર તરફથી દર મહિને નિયમિત મળવાપાત્ર અનાજ ઉપરાંત વ્યક્તિ દિઠ 5 કિલો અનાજનો વિનામૂલ્યે લાભ આપવામાં આવે છે.

ગુજરાતમાં આવા કુલ 71 લાખ રેશનકાર્ડ ધારક પરિવારો છે.ગુજરાત સરકાર દક્ષિણ ગુજરાતમાં 14 ઓકોટબરથી અને સૌરાષ્ટ્રમાં 15 ઓકટોબરથી ગરીબ કલ્યાણ મેળાની શરૂઆત કરશે.

જેમાં સરકાર એક લાખ લાભાર્થીઓને સાયકલનું વિતરણ કરશે.

આ સાથે શ્રમિકો,ખેડૂતો અને દિવ્યાંગ સહિતના લાભાર્થીઓને તેમના વ્યવસાય અને જરૂરિયાત પ્રમાણેની કીટ પણ આપવામાં આવશે.

જેમાંં કૃષિને લગતા સાધનો, વિદ્યાર્થીઓને સાઇકલો, રીક્ષા સહિતની વસ્તુ આપવામાં આવે છે.

વિધાનસભાની ચૂંટણી પહેલા ગરીબ અને મધ્યમ વર્ગના મતદાતાઓને આકર્ષવા માટે ગુજરાત સરકારે આ આયોજન કર્યું હોવાનું સૂત્રો જણાવે છે.

ભૂપેન્દ્ર પટેલ ગરીબ કલ્યાણ મેળાની શરૂઆત કરાવશે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્ય સરકારની ગ્રીમકો સંસ્થા દ્વારા ગરીબ કલ્યાણ મેળા માટે સાધનોની ખરીદી માટેની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.

ફેબ્રુઆરીમાં યોજાતો ગરીબ કલ્યાણ મેળો વિધાનસભાની ચૂંટણીને કારણે ઓક્ટોબરમાં

​​​​​​​સામાન્ય રીતે ગરીબ કલ્યાણ મેળા જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં યોજવામાં આવે છે,

પરંતુ આ વખતે વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમા રાખીને ગરીબ કલ્યાણ મેળા ઓકટોબરમાં યોજાશે.

દિવાળીના તહેવારો પહેલા સરકાર ચૂંટણીના મોડમાં આવી જશે.

તે દરમિયાન જ શરૂઆત ગરીબ કલ્યાણ મેળાથી કરવામાં આવશે.

તે પછી ઓક્ટોબરના ત્રીજા સપ્તાહમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત સંભવિત હોવાથી આદર્શ આચાર સંહિતાને કારણે સરકાર આવા કાર્યક્રમ યોજી શકશે નહીં.

CMનો સમય ન મળતા ગરીબ કલ્યાણ મેળાની તારીખ એક દિવસ આગળ કરાઈ

ગરીબ કલ્યાણ મેળાનું આયોજન 15 અને 16 ઓકટોબર દરમિયાન કરવાનું નક્કી થયંુ હતંુ.

રાજ્યના પંચાયત વિભાગે આ પ્રમાણે તૈયારી પણ આરંભી દીધી હતી,પણ મુખ્યમંત્રીના શિડ્યૂલ સાથે ગરીબ કલ્યાણ મેળાની તારીખો બંધ બેસતી ન હોવાથી આ કાર્યક્રમ એક દિવસ પહેલા યોજી દેવાનું નક્કી કરવામાં આવ્યું છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp