અમદાવાદથી ચોરેલા ડમ્પર સાથે ધાવડીયાના ચાલકની દાહોદમાં ધરપકડ

પ્રતીકાત્મક તસવીર:અમદાવાદથી ચોરેલા ડમ્પર સાથે ધાવડીયાના ચાલકની દાહોદમાં ધરપકડ

અમદાવાદથી ચોરેલા ડમ્પર સાથે ધાવડીયાના ચાલકની દાહોદમાં ધરપકડ

પ્રતીકાત્મક તસવીર:અમદાવાદથી ચોરેલા ડમ્પર સાથે ધાવડીયાના ચાલકની દાહોદમાં ધરપકડ
પ્રતીકાત્મક તસવીર:અમદાવાદથી ચોરેલા ડમ્પર સાથે ધાવડીયાના ચાલકની દાહોદમાં ધરપકડ

 

દાહોદ બી. ડિવિઝન પોલીસ છાપરી ખાતે વાહન ચેકીંગ કરતી હતી.

તે દરમિયાન અમદાવાદથી ચોરી કરેલા ડમ્પર ટ્રક સાથે ચાલકને ઝડપી પાડી અમદાવાદના ગુનાને ડિટેક્ટ કરવામાં સફળતા મળી છે.

પોલીસે શંકાના આધારે જ ડમ્પર રોકાવયુ

દાહોદ બી. ડિવિઝન પોલીસ છાપરી ખાતે કોલેજ રોડ ઉપર વાહન ચેકીંગ કરી રહી હતી.

તે સમયે એક નંબર વગરનું ડમ્પર આવતા તેને પોલીસે ઈશારો કરી રોકાવી તેના ચાલકનું નામ પૂછતાં તેને તેનું નામ પંકજકુમાર ગુલાબ ભાભોર ( રહે. ધાવડીયા, સીમલીયા ફળિયુ તા. ઝાલોદ જિ. દાહોદ) જણાવ્યું હતું .તેની પાસેના ડમ્પર ટ્રકના આરટીઓ રજીસ્ટ્રેશનના કાગળો માંગતા તે ના હોવાનું જણાવ્યું હતું .

ઈગુજકોપમાં ભાંડો ફૂટયો કે ચોરેલુ ડમ્પર છે

જોકે, ડમ્પરમાં આગળ પાછળ નંબર પ્લેટ ના હોવાના કારણે પોલીસે પોકેટ કોપ ઈ ગુજકોપ એપ્લિકેશનના માધ્યમથી પોલીસે તે ડમ્પરનો ચેચિસ નંબર એન્જીન નંબર ને સર્ચ કરતા

તે ડમ્પર અમદાવાદ શહેરના સરખેજ ચોરી થયાં હોવાનું જાણવા મળ્યું હતું.

અને આ જ પકડાયેલા ઈસમ દ્રારા આ ડમ્પરની ચોરી અમદાવાદ ખાતેથી કરી હોવાની કબૂલાત પોલીસ સમક્ષ કરી હતી.

અમદાવાદનો ગુનો ડીટેકટ થતા ચાલક જેલના હવાલે

ત્યારે દાહોદ બી ડિવિઝન પોલીસને અમદાવાદના ડમ્પર ચોરીના અંડીટેક્ટ ગુનાને ડિટેક્ટ કરવામાં સફળતા મળી હતી.

ત્યારે પોલીસે ડમ્પરનો કબ્જો મેળવી આરોપીની અટકાયત કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp