દિવાળીમાં 8 હજાર વેપારીઓને ચોપડા રજૂ કરવા GSTની નોટિસ
એસટી ડિપાર્ટમેન્ટે કરદાતાઓને 2020-21ના વર્ષની આકારણીની નોટિસો ફટકારી છે.
જેમાં કરદાતાઓને ચોપડા લઇને 24થી 30 ઓકટોબર વચ્ચે હાજર થવા કહેવાયું છે.
દિવાળીના તહેવારોમાં વેપારીઓએે નોટિસનો જવાબ આપવા ધક્કા ખાવા પડશે.
કરદાતાઓ અને વેપારીઓમાં આ મુદ્દે ભારે રોષ છે.
તહેવાર હોવા છતાં વેપારીઓને જવાબ માટે સમય પણ ન અપાયો
વર્ષ 2020-21ના જીએસટીના રિટર્ન અને સ્ક્રૂટિની માટે અંદાજે 8 હજાર વેપારીને એએસએમટી-10નામના ફોર્મમાં નોટિસ પાઠવી જવાબ આપવા જણાવ્યું છે.
એએસએમટી નામના ફોર્મમાં વેપારી પાસે જુદી જુદી કોલમ હેઠળ વિગતો માગવામાં આવી છે.
જો વેપારી સમયમર્યાદામાં જવાબ ના આપે તો મોટી રકમની ડિમાન્ડ, વ્યાજ અને દંડની શક્યતા છે.
વધારામાં નોટિસમાં માગેલી વિગતો માટે વેપારીને ઓછામાં ઓછા બે દિવસનો સમય જોઇએ.
ત્યારે વેપારી પોતાના વેપાર ધંધામાં ધ્યાન આપે કે નોટિસનો જવાબ આપવા માટે તૈયારી કરે.
આમ ડિપાર્ટમેન્ટ દ્વારા રાતોરાત આપવામાં આવેલી નોટિસથી વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે.
આને લઇ ડિપાર્ટમેન્ટ દ્વારા સમયમર્યાદા વધારવામાં નહીં આવે તો વેપારીને જવાબ આપવો મુશ્કેલ બનશે.