ગાંધીનગરમાં પેથાપુરનાં સ્વપ્ન વીલા બંગલોઝમાં વસાહતીઓએ ગરબામાં રાસની રમઝટ બોલાવી
નવરાત્રિ મહોત્સવની શરૂઆત થઈ ગઈ છે.
ત્યારે ગાંધીનગરમાં પાર્ટી પ્લોટમાં, શેરીઓમાં, સોસાયટીમાં ખેલૈયાઓએ ગરબાના તાલે રમઝટ બોલાવી હતી.
નવલા નોરતાને બીજા દિવસે ગાંધીનગરના પેથાપુરનાં સ્વપ્ન વીલા-3 બંગલોઝના વસાહતીઓ દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ નવરાત્રિ ગરબાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.
સોસાયટીના રહિશો ગરબાના તાલે ઝૂમતા જોવા મળી રહ્યા છે.
અર્વાચીન ગરબાની રંગત સાથે ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા હતા.
રહિશો ગરબાના તાલે ઝૂમતા જોવા મળ્યાં
ગુજરાતીઓનો પ્રિય તહેવાર નવરાત્રિને બે વર્ષના કોરોના કપરા કાળ પછી મુક્ત રીતે માણવાનો અવસર આ વખતે મળ્યો છે
ત્યારે ગરબા શોખીનો મનમૂકીને ગરબે રમી રહ્યા છે.
ત્યારે ગાંધીનગરમાં અલગ જ માહોલ જોવા મળી રહ્યો છે.
ઠેર ઠેર નાના-મોટા પાયે નવરાત્રિનાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે.
એવામાં પેથાપૂરનાં સ્વપ્ન વીલા બંગલોનાં પ્રમુખ ક્રિપાલસિંહ સહિતના રહીશોએ સામૂહિક રીતે ભવ્ય નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
આજે નવલી નોરતાની બીજી રાત્રે સોસાયટીના સૌ કોઈ ગરબાના તાલે ઝૂમતા જોવા મળી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, સ્વપ્ન વીલાના રહીશો દ્વારા નવરાત્રિ દરમ્યાન અલગ-અલગ પાત્રોની વેશભૂષા ધારણ કરીને દર વર્ષે ગરબાનાં તાલે માતાજી પૂજા અર્ચના પણ કરવામાં આવતી રહે છે.
સ્વપ્ન વીલા સોસાયટીના રહીશો માત્ર નવરાત્રિ નહીં પણ મોટાભાગે તમામ તહેવારોની સામૂહિક રીતે ઉજવણી કરીને ઉત્તમ ઉદાહરણ પૂરી પાડી રહ્યા છે.
અર્વાચીન ગરબાની રંગત
એજ રીતે આ વર્ષે પણ સોસાયટીનાં રહીશો વકીલ, પોલીસ, પોલિટિકલ નેતા, ભગવાન શિવ જેવી વેશભૂષા ધારણ કરીને સામૂહિક રીતે ગરબાના તાલે ઝુમી અનોખી એકતાના દર્શન પણ કરાવવામાં આવે છે.
નવરાત્રિના બીજા નોરતાની રાત્રે અર્વાચીન ગરબાની રંગત સાથે ખેલાયા હતા.
સોસાયટીના ગરબામાં ખેલૈયાઓ મનમૂકીને ગરબે ઘૂમ્યા હતા.