ગુનાહિત ભૂતકાળવાળા ઉમેદવારને કેમ ઊભા રાખ્યા? પક્ષોએ જાહેર કરવું પડશે

આગામી વિધાનસભા ચૂંટણીમાં જો કોઇ રાજકીય પક્ષ ગુનાહિત ભૂતકાળ ધરાવતા ઉમેદવારને ઊભો રાખશે તો તેમણે મતદાતાઓ સમક્ષ સ્પષ્ટતા કરવી પડશે કે તેમની એવી કઇ મજબૂરી હતી કે આ જ ઉમેદવારને પસંદ કરાયો.
આ ઉમેદવાર સિવાયના કયા વિકલ્પો હતા અને તેમને કેમ પસંદ કરવામાં ન આવ્યા તેનો ખુલાસો પણ જાહેર માધ્યમો થકી કરવાની રહેશે.
માધ્યમોમાં જાહેરાત આપવાનો ખર્ચ 6 લાખ સુધીનો
આ સિવાય તેમણે ચૂંટણી અને સંબંધિત પ્રક્રિયામાં થતી ગેરરિતીઓ, મતદાતાઓને મળતી ધમકીઓ કે પ્રલોભનોને પણ અંકુશમાં લાવવા એક સી-વિજીલ નામની મોબાઇલ એપ્લિકેશનની ઘોષણા કરતાં જણાવ્યું કે કોઇપણ નાગરિક આ એપ દ્વારા ફોટો કે વિડીયો અપલોડ કરી આ અંગેની ફરિયાદ કરી શકે છે
અને તેનું નિવારણ માત્ર 100 મિનિટોમાં કરાશે. ભાજપે પંચને કહ્યું હતું,
ગુનાહિત ભૂતકાળ ધરાવતાં ઉમેદવારોને માથે ખર્ચનું ભારણ ન નાંખો.
સોમવારે ગુજરાત ભાજપે ચૂંટણી પંચને મળીને રજૂઆત કરી પોતાના 26 મુદ્દા સુપરત કર્યા હતા,
ભાજપે કહ્યું હતું કે આવાં ઉમેદવારોને ત્રણ વાર માધ્યમોમાં જાહેરાત આપવાનો ખર્ચ 6 લાખ સુધીનો થાય અને નિયમ મુજબ ઉમેદવાર પોતાન પ્રચાર માટે 40 લાખથી વધુ ખર્ચ કરી શકતો નથી.
ચૂંટણી પ્રચાર માટેની 40 લાખની મર્યાદાથી દૂર રાખવો જોઇએ
પોતાના ગુનાહિત ઇતિહાસની જાહેરાત તેનો પ્રચાર નથી
છતાં તેને નાહકનો જાહેરાતનો આ વધારાનો ખર્ચ કરવો પડે છે
અને તે કુદરતી ન્યાયના સિદ્ધાંત વિરુદ્ધ છે.
આથી આ જાહેરાતનો ખર્ચ અલગથી ગણી ચૂંટણી પ્રચાર માટેની 40 લાખની મર્યાદાથી દૂર રાખવો જોઇએ.