ન્યૂયોર્કના લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જને શાહીબાગ BAPS હોસ્પિટલની મુલાકાત લીધી, અનેક સૂચનો કર્યા
શાહીબાગ BAPS હોસ્પિટલ ખાતે વિશ્વ વિખ્યાત લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ડો. માથરોન શ્વાટ્રઝ આવ્યા હતા.
મહંત સ્વામી અને અક્ષરધામની મુલાકાત બાદ ડો. માથરોન BAPS હોસ્પિટલના ડોક્ટરો સાથે પણ વાતચીત કરી હતી.
લીવર ટ્રાન્સપ્લાન્ટ અને લીવર સાચવવા માટે પણ અનેક સૂચનો આપ્યા હતા.
1998માં ફિઝિશિયન ઓફ ધ યર એવોર્ડ મળ્યો
ડો. માથરોન શ્વાટ્રઝ 1981માં લીવર ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામ અને માઉન્ટ સાઈનઈ લિવર કેન્સર પ્રોગ્રામના ક્લિનિકલ ડિરેકટર તરીકેની પદવી સંભાળી હતી.
ડો. માથરોને 3000 લીવર ટ્રાન્સપ્લાન્ટ ઓપરેશન કર્યા છે.
મેડિકલ અભ્યાસ બાદ તેઓ ટ્રેનિંગ સ્કૂલમાં એક વર્ષ અભ્યાસ કર્યો હતો. 1998માં તેમને ફિઝિશિયન ઓફ ધ યર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
આસામ ખાતે મેડિકલ કોંફરન્સમાં ભાગ લઈ અમદાવાદ આવ્યા
ડો. માથરોન ભારતમાં પ્રથમ વખત આવ્યા હતા.
આસામમાં ગુવાહાટી ખાતે મેડિકલ કોંફરન્સમાં ભાગ લેવા આવ્યા હતા. જે પુરી કર્યા બાદ તેઓ અમદાવાદ આવ્યા હતા.
ડો. માથરોને કરેલ ટ્રાન્સપ્લાન્ટ સર્જરીમાંથી 92 ટકા સફળ રહી હતી. 5 વર્ષ સુધી 75 ટકા સર્જરી સફળ રહી છે.
25 ટકા સર્જરીમાં સમસ્યા છે, જેની પાછળનું કારણ લોકોની બેદરકારી છે.
લોકોએ લીવર સારું રાખવું હોય તો યોગ્ય ડાયટ, કસરત નિયમિત કરવી તથા આલ્કોહોલનું સેવન ન કરવું.
લીવરની જાળવણી ના કરીએ તો લીવર ખરાબ થઈ શકે છે.