વડોદરાના યુનાઇટેડ વે, મોતીબાગ અને નવલખીના ગરબા ગાઉન્ડ તૈયાર, જુઓ ફસ્ટ લુક
આજે નવરાત્રીનો પ્રથમ દિવસ છે, ત્યારે માતાજીની આરાધના માટે વડોદરા શહેરના વિવિધ ગરબા ગ્રાઉન્ડ્સ ખૈલાયાઓને આવકારવા માટે તૈયાર થઈ ગયા છે.
ખૈલાયાઓ માટે શહેરના યુનાઇટેડ વે, મોતીબાગ અને નવલખીના ગરબાના મેદાનો પર તૈયારીઓ પૂર્ણ થઇ ગઇ છે
અને તેની પ્રથમ ઝલક આપને બતાવી રહ્યા છીએ.
યુનાઇટેડ વે ઓફ બરોડા
આ વખતે યુનાઇટેડ વે ઓફ બરોડાના ગરબા અટલાદરના એમ.એમ.પટેલ ફાર્મ ખાતે આયોજીત કરવામાં આવ્યા છે.
આ મેદાનમાં પણ ખેલૈયાઓને આવકારવા તૈયાર છે
અને અહીં અતુલ પુરોહિત અને તેમના સહયોગી કલાકારો ખેલૈયાઓના મન મોહી લેશે. અહીં ફૂડ કોર્ટ અને પાર્કિંગની વ્યવસ્થા છે.
મોતીબાગ પેલેસના ગરબા
વડોદરા શહેરના લક્ષ્મીવિલાસ પેલેસમાં મોતીબાગ ગ્રાઉન્ડ ખાતે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ગરબા મેદાનમાં પ્રવેશ માટે કોઠી કચેરી તરફથી આવતા લોકોને લાલબાગ બ્રિજ નીચેથી યુ ટર્ન લઇ પ્રવેશ કરવાનો રહેશે.
અહીં ક્રિકેટ ગ્રાઉન્ડ હોવાથી ખૈલાયાઓને સ્મૂથ લોનમાં ગરબા રમવાનો આનંદ મળશે. સાથે અહીં વૃક્ષો પર લાઇટિંગથી ખૂબ જ સુંદર ડેકોરેશન કરવામાં આવ્યું છે.
અહીં ફૂડકોર્ટ પણ છે
નવલખી મેદાનમાં ગરબા
ક્રેડાઇ દ્વારા આયોજીત નવલખી મેદાન પણ ખેલૈયાઓને આવકારવા તૈયાર છે.
અહીં મેદાનમાં સુંદર ડેકોરેશન કરવામાં આવ્યું છે અને મેદાનમાં પણ ખેલૈયાઓ માટે એકદમ તૈયાર છે.
સાઉન્ડ સિસ્ટમ પણ ગત રાત્રે ચેક કરી લેવામાં આવી છે.
અહીં 4 વે સાઉન્ડ સિસ્ટમ લગાવવામાં આવી છે.
જે ગરબા પ્રમાણે આઉટપુટ આપશે. અહીં 56 હજાર વોલ્ટેજની સાઉન્ડ સિસ્ટમ છે. અહીં ફૂડકોર્ટ અને વિશાળ પાર્કિંગ વ્યવસ્થા છે.
VMCના 17 મેદાનો સહિત અનેક પાર્ટી પ્લોટ અને સોસાયટીઓમાં ગરબા
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના 17 મેદાનો એક રૂપિયાના ટોકને આપી તેના પર ખાનગી સંચાલકો દ્વારા ગરબાના આયોજનો કરવામાં આવ્યા છે.
સાથે જ શહેરની પોળો અને સોસાયટીઓમાં પણ ગરબાની તૈયારીઓ થઇ ગઇ છે.