પાટણમાં નવરાત્રી નિમિતે મંડપ ડેકોરેશન માટે વિવિધ પ્રકારની ચીજવસ્તુઓની ખરીદીનો છેલ્લી ઘડીએ ધમધમાટ

પ્રાચીનકાળથી હિન્દુ સંસ્કૃતિમાં શિવ અને શકિતનું વિશેષ મહત્વ વર્ણવવામાં આવ્યું છે.
નવરાત્રી પર્વમાં સમયના બદલાવની સાથે પર્વને લગતી વિવિધ ચીજવસ્તુઓને લઈ શહેરમાં અનેરો ઉત્સવ જોવા મળી રહ્યો છે.
પહેલાના સમયમાં માત્ર મૈયાના ભાવથી ગરબા તેમજ પૂજા અર્ચના અને આરાધના કરવામાં આવતી હતી.
તો વર્તમાન સમયમાં આ મહોત્સવે નવા જ રંગરુપ ધારણ કર્યા છે.
આદ્યશકિતના સ્થાનકને સુશોભિત કરવા માટે શહેરની બજારમાં વિવિધ પ્રકારના તોરણો, ઝૂમ્મરો, રંગબેરંગી કાગળની પટ્ટીઓ તેમજ ધજાપતાકાની ચીજવસ્તુઓથી બજારનો માહોલ રંગીન જોવા મળી રહ્યો છે.
નવરાત્રી પર્વને ઉજવવા માટે લોકોમાં એક અનેરો ઉમંગ અને ઉત્સાહ હોય છે.
શેરી–મહોલ્લા પોળ તેમજ સોસાયટી અને જાહેર સ્થળો પર આ પર્વમાં મૈયાના સ્થાનક અને ચોકની સજાવટ માટે વિવિધ ડીઝાઈનોવાળા તોરણો લાઈટીંગવાળા ઝુમ્મરો,
રંગબેરંગી ઝરીવાળા તોરણો લોકોમાં આકર્ષણ જમાવી રહ્યા છે.
તો મંડપ ડેકોરેશન માટે વિવિધ પ્રકારની ચીજવસ્તુઓની ખરીદીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે.