ગોધરા શહેરના મોચીવાડા ખાતે શ્રી અંબિકા ચોકના રહીશોએ ભગવો વેશ ધારણ કરી ગરબે ઘુમતા લોકોમાં આકર્ષણ જમાવ્યું

નવરાત્રિ પર્વ હવે સમાપન તરફ આગળ વધી રહ્યો છે
તેમ લોકોમાં આ છેલ્લા દિવસોમાં રમી લેવાનો વધુ જુસ્સો જોવા મળી રહ્યો છે.
ત્યારે શેરી ગરબાઓમાં ખેલૈયાઓએ રાસની રમઝટ બોલાવી હતી.
જેમાંથી એક છે શ્રી અંબિકા ચોક દ્વારા થતાં ગરબા.
45 વર્ષથી રમાડવામાં આવતાં પરંપરાગત ગરબા
નવલી નવરાત્રિના આઠમા દિવસે શહેરના શેરી ગરબામાં ખેલૈયાઓ મન મૂકી રાસની રમઝટ બોલાવતાં જોવા મળ્યા હતાં.
ગોધરા શહેરના શ્રી અંબિકા ચોક દ્વારા છેલ્લા 45 વર્ષથી પરંપરાગત ગરબા રમાડવામાં આવી રહ્યા છે.
ત્યારે, મોટી સંખ્યામાં શ્રી અંબિકા ચોકના રહીશો ઉપસ્થિત રહીને મન મૂકીને રમઝટ બોલાવી હતી.
ભગવો વેશ ધારણ કરેલા શ્રી અંબિકા ચોકના લોકોએ આગવું આકર્ષણ ઉભુ કર્યું હતું.
ભગવો વેશ ધારણ કરીને રમ્યા
નવલી નવરાત્રિ પર્વના આઠમા નોરતે શ્રી અંબિકા ચોક મોચીવાડા દ્વારા નવયુવાનો તેમજ વડીલો ભગવો વેશ ધારણ કરીને હિન્દુત્વ અને એકતાના સંદેશ સાથે ગરબે ઘૂમતાં જોવા મળ્યા હતાં
જેમાં મોટી સંખ્યામાં યુવાનોથી લઈને વડીલ આગેવાનો યુવતીઓ, મહિલાઓએ ગરબે ઘુમી રમઝટ બોલાવી હતી.