ખાનપુર તાલુકાના બાબલીયા ગામે ૨૬ મી નવેમ્બર બંધારણ અધિકાર દિવસ ની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો.
મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના બાબલીયા ગામે ૨૬ મી નવેમ્બર બંધારણ અધિકાર દિવસ ની ઉજવણીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
અને મહીસાગર જિલ્લા કલેકટર નેહાકુમારી દ્વારા એટ્રોસીટી એક્ટ અને આદિવાસી દલિત સમાજને લઈ કરેલ ટિપ્પણી અંગે યોગ્ય કાર્યવાહી ની માંગ કરી હતી.
જો કાર્યવાહી ન થાય તો આવનારી ૬ ડિસેમ્બર ના રોજ સૌ ભેગા મળી મહીસાગર કલેક્ટર કચેરી ઘેરવાની ઘોષણા કરવામાં આવી હતી.
અને આદિવાસી સમાજ ના વર્ષો જૂના પડતર પ્રશ્નો જળ,જંગલ,જામીન પરના તથા સંવૈધાનિક અધિકારો માટે એક થવાની અપીલ કરવામાં આવી હતી,
આ પ્રસંગે ધારાસભ્ય શ્રી ચૈતર વસાવા, શ્રી અનંત પટેલ,અને શ્રી ગુલાબસિંહ ચૌહાણ સહિતના આગેવાનો હાજર રહી માર્ગદર્શન પૂરું પાડયું હતું.
🌹સલમાન મોરાવાલા,
સંતરામપુર