સંતરામપુરમાં ગોરવ યાત્રાનું સ્વાગત કરાયું
![પ્રતીકાત્મક તસવીર:સંતરામપુરમાં ગોરવ યાત્રાનું સ્વાગત કરાયું](https://cpnews24.in/wp-content/uploads/2022/10/14-9.webp)
ઉનાઇથી નિકળેલી બિરસા મુડા આદિવાસી ગોરવ યાત્રા દાહોદથી મોરવા હડફ થઇ સંતરામપુરમાં પ્રવેશી હતી.
મોરવા હડફ, મોરા, સંતરામપુર સહિતના ગામોમા સ્વાગત કરાયુ હતુ.
સંતરામપુરમાં જાહેરસભા યોજાતા હજારોની સંખ્યામા લોકો ઉમટી પડયા હતા.
સંતરામપુરની સભામાં કેન્દ્વના આરોગ્ય મંત્રી ભારતીબેન પવાર, આદિજાતી મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ સમિર ઉરાવજી, પૂર્વ કેન્દ્રીય મંત્રી અને દાહોદના સાસંદ જસંવતસિહ ભાભોર, ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી કુબેરભાઇ ડીડોર, આરોગ્ય મંત્રી નિમિષાબેન સુથાર, આદિજાતી મોરચાના ગુજરાતના પ્રમુખ હષઁદભાઇ વસાવા સહિત અનેક હોદ્દેદારો તથા કાયઁકરો ઉપસ્થિત રહ્યા હતા.
આરોગ્ય મંત્રીએ જણાવ્યુ હતુ કે, કોરોનાના સમયમા દેશમા સૌથી વધારે વેક્સિનેસન કરનારો દેશ માત્ર ભારત છે.
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને દાહોદના સાસંદ જસવંતસિંહ ભાભોરે જણાવ્યુ હતુ કે, આજદિન સુધી જુના પંચમહાલ, મહિસાગર-દાહોદ જિલ્લામા થયેલ સંપૂર્ણ વિકાસ અને ડબલ એન્જીનની સરકારમાં થતો વિકાસ ગણાવી એક નવેમ્બરના રોજ દેશના વડાપ્રધાન માનગઢ આવી રહ્યા હોવાની જાહેરાત કરી હતી.
ગુજરાતના શિક્ષણ મંત્રી કુબેરભાઇ ડીડોરે સભાને સંબોધી આદિવાસી સમાજનો થયેલ
વિકાસ સહિત સંતરામપુર અને કડાણા તાલુકામાં રૂા.1000 કરોડના વિકાસના કામો કર્યા હોવાનું જણાવ્યું હતું.
યાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતાં.